Not Set/ ટ્રમ્પે પીએમ મોદીની ઉડાવી મજાક, અફઘાનિસ્તાનને લાઈબ્રેરીનું શું કામ ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે પીએમ મોદી ની મજાક ઉડાવી હતી. પીએમ મોદીની અફઘાનિસ્તાનની એક લાઇબ્રેરીને ફંડ આપવાની વાત પરથી તેમણે મજાક ઉડાવી હતી. તેમનું માનવું છે કે તે વ્યર્થ છે. ટ્રમ્પે આ મજાક એક પ્રેસ કોન્ફરન્સમાં ઉડાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી વારંવાર મને જણાવી રહ્યા છે કે તેમણે અફઘાનિસ્તાનમાં એક લાઈબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે. […]

Top Stories World Trending
donald trump ટ્રમ્પે પીએમ મોદીની ઉડાવી મજાક, અફઘાનિસ્તાનને લાઈબ્રેરીનું શું કામ ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે પીએમ મોદી ની મજાક ઉડાવી હતી.

પીએમ મોદીની અફઘાનિસ્તાનની એક લાઇબ્રેરીને ફંડ આપવાની વાત પરથી તેમણે મજાક ઉડાવી હતી. તેમનું માનવું છે કે તે વ્યર્થ છે. ટ્રમ્પે આ મજાક એક પ્રેસ કોન્ફરન્સમાં ઉડાવી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે મોદી વારંવાર મને જણાવી રહ્યા છે કે તેમણે અફઘાનિસ્તાનમાં એક લાઈબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે. શું તમે જાણો છો આ શું છે ? આ એવું હતું કે આપણે ૫ કલાકનો સમય બગાડ્યો અને અમારે તમને કથિત રૂપથી કહેવું જોઈએ કે લાઈબ્રેરી માટે ધન્યવાદ. મને એ ખબર નથી પડતી અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરીનો કોણ ઉપયોગ કરી રહ્યું છે.

ટ્રમ્પ કઈ પરિયોજનાની વાત કરી રહ્યા હતા તે તો ખબર નહી પરંતુ ભારતે અફઘાનિસ્તાનને ૩ બિલીયન ડોલરની આર્થિક મદદ કરી છે. આ પરિયોજનામાં કાબુલમાં એક પ્રતિષ્ઠિત હાઇસ્કુલનું પુનઃનિર્માણ અને દર વર્ષે અફગાનના ૧૦૦૦ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ અફઘાનના યુવકોને આધુનિક શિક્ષા અને સશક્ત બનાવવાનો વાયદો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ગયા મહીને ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં સીરિયામાં તૈનાત ૨૦૦૦ અમેરિકન સૈનિકોને પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ નક્કી કર્યું છે કે અફઘાનિસ્તાનમાંથી ૫૦ ટકા સૈનિકોને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. આવનારા મહિનામાં સૈનિકોની વાપસી થશે.