Not Set/ …તો ‘લવ આજ કલ 2’માં નહીં જોવા મળે સારા અલી ખાન?

મુંબઇ, બોલિવૂડમાં કોઈ પણ એક્ટરને ખબર નથી હોતી કે તેને ક્યારે કઈ મૂવી મળી જાય અને કઈ મૂવી તેઓથી છિનવી લેવામાં આવે. આવુ જ કંઇક સારા અલી ખાન સાથે થતા જોવા મળી રહ્યું છે. અગાઉ તે ચર્ચા હતી કે કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘લવ આજ કલ 2’માં તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે, પરંતુ હવે […]

Uncategorized Entertainment
nana ...તો 'લવ આજ કલ 2'માં નહીં જોવા મળે સારા અલી ખાન?

મુંબઇ,

બોલિવૂડમાં કોઈ પણ એક્ટરને ખબર નથી હોતી કે તેને ક્યારે કઈ મૂવી મળી જાય અને કઈ મૂવી તેઓથી છિનવી લેવામાં આવે. આવુ જ કંઇક સારા અલી ખાન સાથે થતા જોવા મળી રહ્યું છે. અગાઉ તે ચર્ચા હતી કે કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘લવ આજ કલ 2’માં તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે, પરંતુ હવે સાંભળવામળી રહ્યું છે કે ફિલ્મમાં તેની જગ્યાઈએ અન્ય કોઈ એક્ટ્રેસ જોવા મળશે.

Image result for kartik aaryan

ઇન્ડસ્ટ્રીના કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ, હવે સારાના બદલે આ ભૂમિકા માટે કિયારા અડવાણીને પસંદ કરવામાં આવી છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે સારાનું નામ ક્યારેય આ ફિલ્મ માટે વિચારવામા આવ્યું જ નથી. 2009 માં “લવ આજ કલ” ફિલ્મના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી જ આ ફિલ્મને પણ દિગ્દર્શિત કરશે. તે ઇચ્છે છે કે આ ફિલ્મ પ્રથમ ભાગથી અલગ હોવી જોઈએ.

Related image

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે કાર્તિક આર્યન ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતા અને તે પછી તરત જ તેણે કિયારાને સાઈન લારી લીધી. આ મૂવીની સ્ક્રિપ્ટ હાલમાં ચાલી રહી છે અને તે તાજેતરના યુગની રોમેન્ટિક કોમેડી વાર્તા સ્ટોરી હશે.

Image result for sara ali khan

આપને જણાવી દઈએ કે 2009 માં રિલીઝ થયેલ ફિલ્મ “લવ આજ કલ” માં સૈફ અલીઇ ખાન, દીપિકા પાદુકોણ અને ગિજેલ મોંટેરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રિશી કપૂર પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાયા હતા.

Related image