Not Set/ જુઓ શુક્રવારના રોજ કઈ મુવી થઈ રીલીઝ

શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં 4 ફિલ્મો રીલીઝ થઈ છે.. જેમા સંજય દત્તની ભૂમિ, શ્રદ્ધાકપુર અને સિદ્ધાંત કપૂરનૂ હસીના પારકર, રાજકુમાર રાવની ન્યૂટન અને કુણાલ રોયની ધ ફાઇનલ એક્ઝિટ છે. આ ફિલ્મોની વાત કરીએ તો ભૂમિ સંજય દત્તની કમબેક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યુ છે. આ ફિલ્મ પિતા-પુત્રીના ભાવુક સંબંધો પર આધારિત ફિલ્મ છે. […]

Entertainment
maxresdefault 13 જુઓ શુક્રવારના રોજ કઈ મુવી થઈ રીલીઝ

શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં 4 ફિલ્મો રીલીઝ થઈ છે.. જેમા સંજય દત્તની ભૂમિ, શ્રદ્ધાકપુર અને સિદ્ધાંત કપૂરનૂ હસીના પારકર, રાજકુમાર રાવની ન્યૂટન અને કુણાલ રોયની ધ ફાઇનલ એક્ઝિટ છે. આ ફિલ્મોની વાત કરીએ તો ભૂમિ સંજય દત્તની કમબેક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યુ છે. આ ફિલ્મ પિતા-પુત્રીના ભાવુક સંબંધો પર આધારિત ફિલ્મ છે. જેમા અદિતિ રાવ હૈદરી, શેખર સુમન અને શરદ કેલકરની પણ મહત્વની ભૂમિકાઓમાં છે… જયારે હસીના પારકર મુંબઇ બોમ્બકાંડના આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર પર બનાવવામાં આવેલ ફિલ્મ છે.આ ફિલ્મનુ જેનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ દ્વારા કર્યુ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર દાઉદની બહેન હસીનાનું પાત્ર ભજવી રહી છે જ્યારે સિધ્ધાંત કપૂર દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળે છે. તો બીજી તરફ અમિત મસૂરકરના નિર્દેશનમાં ન્યૂટન ફિલ્મ રીલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ચુંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમા નૂતન કુમારથી ન્યૂટન બનેલ તે ચુંટણીની કહાની છે જે નક્સલ પ્રભાવિત એક ગામમાં 76 લોકોનું વોટિંગ પૂરૂ કરાવા માટે જાય છે. દેશની ચૂંટણી પ્રણાલી પર વાત કરે છે. રાજકુમાર રાવ સિવાય પંકજ ત્રિપાઠી, અંજલિ પાટિલ અને રઘુબીર યાદવ છે. આ ઉપરાંત અભિનેતા કૃણાલ રોય કપૂરની ફિલ્મ ધ ફાઈનલ એક્ઝિટ ફિલ્મ પણ શુક્રવારે રિલીઝ થઈ છે. આ એક હોરર ફિલ્મ છે જેમાં કૃણાલ રોય કપૂર રહસ્યોનો ઉકેલ લાવવાની સંઘર્ષ કરતા દેખાય છે