Not Set/ રાહુલ ગાંધીએ હાથરસની ઘટના પર વીડિયો શેર કરતા કહ્યુ – આ તે લોકો માટે જે સચ્ચાઇથી ભાગે છે

  ઉત્તર પ્રદેશનાં હાથરસમાં એક દલિત મહિલા સાથે કથિત ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. યુવતીનાં મોત બાદ મધ્યરાત્રિએ જે રીતે શરીરનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેનાથી દરેક ગુસ્સે છે. વિપક્ષ આ ઘટનાને લઈને રાજ્યની યોગી સરકારને ઘેરી લેવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાનાં પરિવારને […]

Uncategorized
53c5312d356b49571d163a6f4bf93816 રાહુલ ગાંધીએ હાથરસની ઘટના પર વીડિયો શેર કરતા કહ્યુ - આ તે લોકો માટે જે સચ્ચાઇથી ભાગે છે
53c5312d356b49571d163a6f4bf93816 રાહુલ ગાંધીએ હાથરસની ઘટના પર વીડિયો શેર કરતા કહ્યુ - આ તે લોકો માટે જે સચ્ચાઇથી ભાગે છે 

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત મહિલા સાથે કથિત ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. યુવતીનાં મોત બાદ મધ્યરાત્રિએ જે રીતે શરીરનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેનાથી દરેક ગુસ્સે છે. વિપક્ષ આ ઘટનાને લઈને રાજ્યની યોગી સરકારને ઘેરી લેવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાનાં પરિવારને મળ્યા બાદ, તેમને તમામ શક્ય મદદ અને ન્યાય આપવાની ખાતરી આપી. આ ઘટના હાથરસનાં દલિત પરિવાર સાથે જે રીતે બની છે, તે ફરી એકવાર અહીં ફેલાયેલા જાતિ અને ધર્મનો પર્દાફાશ કરે છે. રાહુલ ગાંધીએ તેને એક વીડિયો ટ્વિટ કરીને તેને સમાજનું સત્ય બતાવ્યું છે.

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે, જેમા લોકો હાથરસમાં જાતિ-ધર્મનાં આધારે અસ્પૃશ્યતાની વાતને સ્વીકારી રહ્યા છે. રાહુલે ટ્વિટ કરીને લખ્યું છે કે, આ વીડિયો તેમના માટે છે જે સત્યથી ભાગી રહ્યા છે. આપણે બદલાઇશું, દેશ બદલાશે. આ અગાઉ રાહુલ ગાંધીએ હાથરસની ઘટના પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, હાથરસની ઘટનામાં સરકારનું વલણ અમાનવીય અને અનૈતિક છે. તેઓ પીડિત પરિવારની મદદ કરવાને બદલે ગુનેગારોની સુરક્ષા કરવામાં રોકાયેલા છે. આવો, દેશભરમાં મહિલાઓ પર થઇ રહેલા અન્યાયનાં વિરુદ્ધ અવાજ ઉઠાવો – એક પગલુ બદલાવની તરફ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું છે કે, થોડા દિવસો પહેલા હું હાથરસ ગયો હતો. રસ્તામાં, મને અટકાવી દેવામાં આવ્યો. મારી પહેલી વાર ધરપકડ કરી. બીજી વાર હું ગયો. હું સમજી શક્યો નહીં મને કેમ રોકી રહ્યા છે? મને તેના પરિવારને કેમ મળવાની છૂટ નથી? તેની પુત્રીની હત્યા કરવામાં આવી, તેની પુત્રી પર બળાત્કાર ગુજારાયો, મને કેમ રોકી રહ્યા છે? હું તે ઘરની અંદર પહોંચ્યો કે તુરંત જ મેં પરિવાર સાથે વાત કરવાનું શરૂ કર્યું, સરકારે પીડિતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ભારતની લાખો મહિલાઓની વાર્તા છે. લાખો મહિલાઓ સરકાર તરફ નજર રાખી રહી છે અને સરકાર તેનું કામ કરી રહી નથી. આપણે બધાએ સરકાર ઉપર દબાણ કરવું જોઈએ. વીડિયોનાં અંતે રાહુલે કહ્યું છે કે, સમાજને બદલવો પડશે. જે આપણી માતાઓ અને બહેનો સાથે કરવામાં આવે છે. તે એક સંપૂર્ણ અન્યાય છે. મહિલાઓ પર થતા અન્યાય સામે જનતાએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ