Not Set/ ‘સેવા હી સંગઠન’માં ભાગ લેશે પીએમ મોદી, ભાજપના કાર્યકરો સાથે વાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાજપના ‘સેવા હિ સંગઠન’ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે. કાર્યક્રમ પૂર્વે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકરો માટે રાષ્ટ્રની સેવા કરવી તે પહેલો ધર્મ છે. કોવિડ -19 રોગચાળાને કાબૂમાં લેવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમ્યાન હાથ ધરાયેલી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંગે ભાજપના રાજ્ય […]

Uncategorized
9c6898d762b0b8ae57afcc681331e098 'સેવા હી સંગઠન'માં ભાગ લેશે પીએમ મોદી, ભાજપના કાર્યકરો સાથે વાત કરશે
9c6898d762b0b8ae57afcc681331e098 'સેવા હી સંગઠન'માં ભાગ લેશે પીએમ મોદી, ભાજપના કાર્યકરો સાથે વાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાજપના ‘સેવા હિ સંગઠન’ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે. કાર્યક્રમ પૂર્વે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકરો માટે રાષ્ટ્રની સેવા કરવી તે પહેલો ધર્મ છે.

કોવિડ -19 રોગચાળાને કાબૂમાં લેવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમ્યાન હાથ ધરાયેલી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંગે ભાજપના રાજ્ય એકમો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.

પીએમ મોદીના સંબોધન પૂર્વે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે પાર્ટી માટે તમારો સમર્થન અને પાર્ટી પ્રત્યેનો તમારો સ્નેહ જાણીતો છે.  ભારત સરકારની મોટી જવાબદારી નિભાવતી વખતે, પાર્ટીના તમામ નાના નાના કામોની કાળજી લેતા, સમયાંતરે અમને સમર્થન આપતા અને માર્ગદર્શન આપતા, આપણા બધાએ આ જોયું છે.

નડ્ડાએ કહ્યું કે, વર્ષ 2020 ની શરૂઆતથી કોરોના સંક્રમણ થયો છે ત્યારથી પીએમ મોદીએ આજ સુધી જે નેતૃત્વ આપ્યું છે તે વિશ્વને દ્રષ્ટિ અને દિશા આપે છે. જ્યારે વિશ્વ તમારા પગલાંને નજીકથી અનુસરી રહ્યું છે, ત્યારે ભારત તમારા નેતૃત્વ હેઠળ સુરક્ષિત રીતે ઉભું છે. તમે રોગચાળા સામેની લડતમાં દેશને જ મજબૂત બનાવ્યો છે. તો સાથે  પાર્ટીને પણ પ્રેરણા આપી છે.

લોકડાઉન દરમિયાન પીએમ મોદીએ રાજસ્થાન ભાજપ એકમ દ્વારા લોકોની મદદ માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.