મુંબઈ,
બાહુબલી અભિનેતા પ્રભાસની મચઅવેટેડ ફિલ્મ ‘સાહો’નું ટીઝર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. પાવર પેક્ડ એક્શન ફિલ્મ સાહોમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી રહી છે. 1 મિનિટ 39 સેકંડનું ટીઝરમાં ફૂલ ઓન-એક્શનનો ડોઝ છે. નિર્માતાઓએ દરેકના ચહેરા પરથી પડદો ઉઠાવી લીધો છે. મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડેની પહેલી ઝલક આ ટીઝરમાં જોવા મળી રહી છે.
મુવી સાહો 15 ઓગસ્ટના દિવસે સિનેમાઘરોમાં રીલીઝ થવા જી રહી છે. બાહુબલી 2 બાદ પ્રભાસની રીલીઝ થનારી આ પ્રથમ ફિલ્મ છે.સાહોનું નિર્દેશન સુજીતે કર્યું છે. સાહોમાં પ્રભાસ જ નહીં શ્રદ્ધા કપૂર પણ એક્શન કરતા જોવા મળી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ પાવરફુલ બતાવવામાં આવ્યો છે.સાહોના ટીઝરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
જુઓ વિડીયો….