AMC-News/ અમદાવાદની 100 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવામાં આવશે

ગુજરાતમાં સરકારે સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કર્યા છે તે રીતે હવે અમદાવાદની 100 આંગણવાડીઓને પણ સ્માર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સીએસઆરના ભંડોળમાંથી આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવશે.

Ahmedabad Gujarat Uncategorized

અમદાવાદઃ ગુજરાતમાં સરકારે સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કર્યા છે તે રીતે હવે અમદાવાદની 100 આંગણવાડીઓને પણ સ્માર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સીએસઆરના ભંડોળમાંથી આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવશે.

યુવા અનસ્ટોપેબલ એનજીઓ દ્વારા આ ખર્ચ વિવિધ કંપનીઓના સીએસઆર ફંડમાંથી કરવામાં આવશે. આમ આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે એએમસીએ રૂપિયો પણ ખર્ચવો નહીં પડે. એએમસી દ્વારા અત્યાર સુધીમાં કેટલીક આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની યોજના પૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી વીસેક આંગણવાડીને સ્માર્ટ બનાવવાની યોજના ચાલી રહી છે.

AMC  2025ના અંત સુધીમાં લગભગ 75 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરશે. આ આંગણવાડીઓને રમકડાં, પેઇન્ટિંગ, સ્માર્ટ ટીવી સહિતની બાબતોથી સજ્જ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જે આંગણવાડી તૈયાર થઈ તેમાં બોડકદેવ ગ્રામ પંચાયતના મકાનમાં ચાલતી આંગણવાડી, ગોપાલનગર ખાતેની આંગણવાડી, રામકૃષ્ણનગર ખાતેની આંગણવાડી, ઘાટલોડિયા કુમુદનગર ખાતેની આંગણવાડી, સોલા હરિજનવાસ ખાતે ચાલતી આંગણવાડી, બોડકદેવ લેડી તળાવની પાસે ચાલતી આંગણવાડીનો સમાવેશ થાય છે.

આ આંગણવાડીમાં બેઝિક સેનિટેશનનું રિનોવેશન, આરઓ ફિલ્ટર સાથે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશનલ પેઇન્ટિંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રૂફિંગ, પીવીસી-વૂડન ફ્લોરિંગ, ઇલેકટ્રિક ફિટિંગ, સ્માર્ટ ટીવી વિથ કન્ટેઇન 43 અને રમકડાંથી સ્માર્ટ આંગણવાડી સજ્જ કરવામાં આવશે. આ 100 પૈકી મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે. તેમા માળખાકીય સગવડો પૂરી પડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો: વડોદરામાં સ્પાની આડમા ચાલતું દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું