ગુજરાત/ રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

પાટણના રાધનપુરમાં યુવક હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપીઓને કેદની સજા ફટકારી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 16T142653.376 રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

પાટણના રાધનપુરમાં યુવક હત્યા કેસમાં સેશન્સ કોર્ટ આરોપીઓને કેદની સજા ફટકારી. યુવકની હત્યા 5 વર્ષ અગાઉ રાધનપુરમાં કરવામાં આવી હતી. યુવક આહીર માલાભાઈની લગ્નમાં હત્યા કરાઈ હતી. આ મામલે આજે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.

રાધનપુરના યુવક આહીર માલાભાઈની હત્યા મામલે 6 શખ્સ સામે ગુનો નોંધાયો હતો. 5 વર્ષ અગાઉ આહીરની એક લગ્ન પ્રસંગમાં હત્યા કરાઈ હતી. યુવકની હત્યાના મામલામાં 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટે 1 આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યો હતો. જ્યારે 5 આરોપીઓ આહીર દેવાયતભાઈ ભલાભાઈ, આહીર બાબુભાઇ રાયમલભાઈ, આહીર દિનેશભાઇ રાયમલભાઈ, આહીર તેજાભાઈ ભલાભાઈ અને આહીર અરજનભાઇ તેજાભાઈને આજીવન કેદની સજા આપી હતી. કોર્ટે આરોપીઓને કેદની સજા સાથે પીડિતના પરિવારને પાંચ લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો.

આ 5 આરોપીઓ પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગ તિક્ષ્ણ હથિયાર સાથે આવ્યા હતા. પ્રસંગમાં આવી તેમણે આહીર માલાભાઈ પર હુમલો કર્યો. આ પાંચેય વ્યક્તિઓએ એકસાથે હુમલો કરતા આહીર લોહીલુહાણ થયો હતો. આહીરને માર માર્યા બાદ તમામ આરોપીઓને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજા પામેલ આહીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ