Vadodara Sex Racket/ વડોદરામાં સ્પાની આડમા ચાલતું દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું

વડોદરામાં સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડાયું હતું.  અહીં પરપ્રાંતીય યુવતી પાસે દેહવ્યાપારનો પર્દાફાશ કરાવવામાં આવતો હતો. માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પડી હતી. 

Gujarat Vadodara

વડોદરાઃ વડોદરામાં સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડાયું હતું.  અહીં પરપ્રાંતીય યુવતી પાસે દેહવ્યાપારનો પર્દાફાશ કરાવવામાં આવતો હતો. માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પડી હતી.  માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પા તૌશિક ખત્રી નામનો શખ્સ ચલાવતો હતો. પોલીસે સ્પા મેનેજરની પણ ધરપકડ કરી છે. વડોદરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને યુવતીને કઢંગી હાલતમાં પકડી પાડી હતી. રોકડા રૂપિયા અને મોબાઇલ સહિત મેનેજરની ધરપકડ કરી હતી.

વડોદરા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પામાં રેકેટ ચાલે છે. આ સ્પાનો માલિક બહારથી પરપ્રાંતીય યુવતીઓ બોલાવે છે. બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માણવા ઇચ્છુક યુવકોને યુવતીઓ બતાવે છે. ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના બે હજારથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી લઈ રેકેટ ચલાવે છે.

આ બાતમીના આધારે પોલીસે કૌભાંડનો પર્દાફાશ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો. યુવતી રૂમમાં પ્રવેશે તરત જ ડમી ગ્રાહક મિસ કોલ કરશે તે નક્કી થયું હતું. ડમી ગ્રાહકે સ્પા સેન્ટરમાં પહોંચતા જ યુવતી સાથે બોડીમસાજ તેમજ શરીરસુખ માણવા ચાર હજાર રૂપિયા નક્કી કર્યા હતા. તેના પછી ડમી ગ્રાહકે સિંગ્નલ આપતા જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી સ્થિતિમાં ઝડપાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ