Not Set/ કોરોના કેસમાં વધારો થતાં યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલ ફેરવાઈ કોવિડ હોસ્પિટલમાં

ભુજમાં કોરોનાના કેસો સતત વધતા હોવાથી જી.કે બાદ બીજી સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે

Gujarat Others

કચ્છમાં કોરોના મહામારીના કેસો સતત વધી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા પણ તનતોડ મહેનત કરાઈ રહી છે.  ભુજમાં ક્ચ્છ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે જ્યાં ઓકિસજનનો રિઝર્વ સ્ટોક રખાયો છે આજે અધિક કલેકટર અને ભુજ પ્રાંત અધિકારીએ સમરસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ભુજમાં કોરોનાના કેસો સતત વધતા હોવાથી જી.કે બાદ બીજી સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે. સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે હાલમાં જ્યારે ઓકિસજનની અછતનો મુદ્દો પ્રવર્તી રહ્યો છે ત્યારે આ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે રિઝર્વ સ્ટોક પણ રખાયો છે જેથી જરૂર જણાય તો ભાગમભાગ ન કરવી પડે.અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલાએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું કે,સમરસ હોસ્પિટલમાં હાલ 70 દર્દી દાખલ છે. હોસ્પિટલમા ઓક્સિજન બેડ અને બાયપેપ મળી રોજની 300 સિલિન્ડરની જરૂરિયાત છે જેથી 300 સિલિન્ડર ઉપરાંત વધારાના 200 સિલિન્ડર રિઝર્વ રખાયા છે. ઉપરાંત જિલ્લાકક્ષાએ હેલ્પ ડેસ્ક સમિતિ પણ બનાવાઈ છે. જેઓ દ્વારા તમામ કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ મુલાકાત વેળાએ આસિસ્ટન્ટ કલેકટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની પણ હાજર રહ્યા હતા.