Mahesana News/ મહેસાણા પોલીસની સમયસૂચકતાથી બચ્યો યુવકનો જીવ: SP કચેરીને ‘આત્મહત્યા કરવા જાઉં છું’નો મેઈલ મળતા પોલીસ એક્શનમાં

મહેસાણા પોલીસની સજાગતાથી બચ્યો યુવકનો જીવ. SP કચેરીને મળેલા આત્મહત્યાના ઈ-મેઈલ બાદ પોલીસે ટેક્નિકલ લોકેશનના આધારે યુવક સુધી પહોંચી.

Gujarat Others Breaking News
Mahesana police

Mahesana News:  મહેસાણા પોલીસ (Police) ની સમયસરની કાર્યવાહી અને સતર્કતાના કારણે એક યુવકનો જીવ બચી ગયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક યુવકે એસપી કચેરીના ઈ-મેઈલ પર ‘હું મારી લાઈફ પૂરી કરું છું, આત્મહત્યા કરવા જાઉં છું’ એવો સંદેશ મોકલતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ટેક્નિકલ લોકેશનના આધારે પોલીસે યુવક સુધી પહોંચીને તેનું કાઉન્સેલિંગ કર્યું અને એક મોટો અનિચ્છનીય બનાવ ટાળી દીધો.

SP કચેરીને આત્મહત્યાનો મેઈલ મળતાં Mahesana Police દોડતી થઈ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મણીપુરા ગામના એક યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા મહેસાણા એસપી કચેરીના ઈ-મેઈલ આઈડી પર ચોંકાવનારો સંદેશ મોકલ્યો હતો. સંદેશમાં તેણે લખ્યું હતું કે, “હું મારી લાઈફ પૂરી કરું છું અને આત્મહત્યા કરવા જાઉં છું.” સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસ સ્ટેશનને આ ઈ-મેઈલ અંગે જાણ થતાં જ માહિતી વિજાપુર પોલીસને આપવામાં આવી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી.

 ટેક્નિકલ લોકેશનના આધારે યુવક સુધી પહોંચી પોલીસ

વિજાપુર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે ઈ-મેઈલ સાથે જોડાયેલા મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ લોકેશન (Technical Location) મેળવતા જાણવા મળ્યું કે યુવક મણીપુરા ગામમાં પોતાના ઘરે એકલો હતો. સમય ગુમાવ્યા વિના પોલીસની ટીમ સીધી યુવકના ઘરે પહોંચી હતી. જો પોલીસ થોડો પણ વિલંબ કરતી તો ગંભીર ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. પોલીસે યુવકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા બાદ તેના મિત્રને પણ ત્યાં બોલાવ્યો હતો.

ત્યારબાદ યુવકનું કાઉન્સેલિંગ (Counselling) કરીને તેને સહાનુભૂતિપૂર્વક સમજાવવામાં આવ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ઉકેલ નથી. સાથે જ તેને જણાવ્યું કે જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી હોય તો પરિવારજનો અને પોલીસનો સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે.સમગ્ર ઘટનામાં પોલીસની સંવેદનશીલ કામગીરીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહિ : જાણો કેવી રીતે નોંધાવશો કમ્પ્લેઇન

આ પણ વાંચો:માનસિક તણાવને હળવાશથી ન લો, આ જીવલેણ કારણ જાણી તમારા હોશ ઉડી જશે

આ પણ વાંચો:મોરબીના વેપારીની કુટુંબ સાથે સામૂહિક આત્મહત્યા