National News: કારગિલ વિજય દિવસની (Kargil Vijay Diwas) 27મી વર્ષગાંઠે લદ્દાખના દ્રાસ સ્થિત કારગિલ વોર મેમોરિયલ ખાતે રક્ષા મંત્રી (Defence Minister) રાજનાથ સિંહે (Rajnath Singh)શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે ભારત હવે કોઈપણ પ્રકારની વાતચીત કરશે તો તે માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે જ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PoK ભારતનો અભિન્ન ભાગ છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.
Kargil Vijay Diwas: “ભારત વિકાસના માર્ગે, પાકિસ્તાન આતંકવાદના માર્ગે”

રાજનાથ સિંહે (Rajnath Singh) પોતાના સંબોધનમાં ભારત અને પાકિસ્તાનની કાર્યશૈલી વચ્ચેનો (Kargil Vijay Diwas) તફાવત સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે ભારત નવીનતા, ટેક્નોલોજી અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવાના રસ્તા શોધી રહ્યું છે.
તેમણે કહ્યું કે,
ભારત જહાજો અને આધુનિક ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદી નેટવર્ક ઉભા કરવામાં વ્યસ્ત છે.ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદી ઇકોસિસ્ટમને ટેકો આપી રહ્યું છે.ભારત સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજીનું ઉત્પાદન કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરવામાં વ્યસ્ત છે.ભારત વિશ્વને સોફ્ટવેર અને ડિજિટલ સોલ્યુશન આપી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન દુનિયાને સ્લીપર સેલ અને આતંકવાદી નેટવર્ક આપી રહ્યું છે.ભારત કૃત્રિમ બુદ્ધિ (AI) દ્વારા વિશ્વને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન હવાલા નેટવર્ક મારફતે આતંકવાદને મજબૂત કરી રહ્યું છે.
“જો વાતચીત થશે તો માત્ર PoK પર જ”
રક્ષા મંત્રીએ (Defence Minister) કહ્યું કે ભારતની નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાન સાથે કોઈ સામાન્ય ચર્ચા નહીં થાય. જો ભવિષ્યમાં વાતચીત થશે તો તે માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે જ થશે.”તેમણે ઉમેર્યું કે ભારત પોતાની સંપ્રભુતા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે.રાજનાથ સિંહે જણાવ્યું કે કારગિલ વોર મેમોરિયલ માત્ર સ્મારક નથી, પરંતુ સમગ્ર ભારતની એકતા અને બલિદાનનું પ્રતિક છે.અહીં દેશના દરેક રાજ્યના શહીદોના નામ અંકિત છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિત દરેક ધર્મના જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે.દેશને વહેંચવાની વિચારધારા ધરાવતા લોકોએ આ સ્મારકની દિવાલો જોવી જોઈએ, કારણ કે આ દિવાલો જ ભારતની અખંડિતતાનો સૌથી મોટો જવાબ છે.
કારગિલ યુદ્ધ ભારતની સૈન્ય અને રાજદ્વારી જીત

રક્ષા મંત્રીએ(Defence Minister) કહ્યું કે કારગિલ યુદ્ધ માત્ર સૈન્ય વિજય નહોતો, પરંતુ ભારતની રાજદ્વારી શક્તિ અને વિશ્વાસનો પણ વિજય હતો.તેમણે જણાવ્યું કે ભારતીય જવાનોએ અતિ કઠિન પરિસ્થિતિમાં અદભૂત સાહસ દર્શાવીને ઇતિહાસ રચ્યો, જેના કારણે સમગ્ર વિશ્વે ભારતીય સેનાની વીરતા અને શૌર્યને સલામ કરી.
ઘૂસણખોરી સામે સેના સંપૂર્ણ તૈયાર
રાજનાથ સિંહે જણાવ્યું કે આજેય પડકારો ઓછા થયા નથી. પાકિસ્તાન હજુ પણ પ્રોક્સી વોર, ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય સેનાની તૈયારી અને ક્ષમતાના કારણે દેશની સુરક્ષા સંપૂર્ણપણે મજબૂત છે અને કોઈપણ દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.રક્ષા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળોને વિશ્વસ્તરીય બનાવવા માટે સતત કાર્ય કરી રહી છે.સેનાને અત્યાધુનિક હથિયારો અને સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે. જવાનોને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે. ભારતના સશસ્ત્ર દળોને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન અપાવવાનું સરકારનું લક્ષ્ય છે. દેશના જવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને ફરજ પ્રત્યેની ભાવના સૌથી મોટી તાકાત છે.
‘બડા ખાના’ની પરંપરાનો કર્યો ઉલ્લેખ
રાજનાથ સિંહે સેનાની પરંપરાઓની પણ પ્રશંસા કરી.તેમણે જણાવ્યું કે “બડા ખાના” જેવી પરંપરામાં અધિકારીઓ અને જવાનો એકસાથે ભોજન કરે છે, જે સેનાની એકતા, સમાનતા અને ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પીએમ મોદીએ પણ શહીદોને કરી શ્રદ્ધાંજલિ
On Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India. Their valour in the face of the most formidable conditions will forever remain a source of national pride. Their unwavering…
— Narendra Modi (@narendramodi) July 26, 2026
કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.તેમણે જણાવ્યું કે દેશ હંમેશા ભારતીય સૈનિકોના સાહસ, બલિદાન અને કર્તવ્યનિષ્ઠાનો ઋણી રહેશે. તેમના બલિદાનથી આવનારી પેઢીઓને સતત પ્રેરણા મળતી રહેશે.
કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
1999માં પાકિસ્તાની સૈનિકોએ ઘૂસણખોરી કરીને કારગિલની અનેક વ્યૂહાત્મક પહાડીઓ પર ગુપ્ત રીતે કબજો જમાવ્યો હતો. શરૂઆતમાં ભારતે તેને મર્યાદિત ઘૂસણખોરી માન્યું હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ પાકિસ્તાની સેનાનું સુનિયોજિત સૈન્ય અભિયાન હતું.ભારતીય સેનાએ ત્યારબાદ ‘ઓપરેશન વિજય’ (Operation Vijay) શરૂ (Kargil War) કર્યું અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે એક પછી એક તમામ ચોટીઓ પર ફરીથી કબજો મેળવ્યો.
વાયુસેના અને નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા
કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાએ મિરાજ-2000 અને મિગ-29 જેવા લડાકુ વિમાનો દ્વારા મહત્વપૂર્ણ હવાઈ હુમલા કર્યા.બીજી તરફ ભારતીય નૌકાદળે ‘ઓપરેશન તલવાર’ હેઠળ અરબી સમુદ્રમાં પાકિસ્તાનના સમુદ્રી વેપાર અને ઇંધણ પુરવઠાને અસરકારક રીતે અવરોધ્યો.બોફોર્સ તોપોના અસરકારક ઉપયોગે પણ યુદ્ધનું ચિત્ર બદલી નાખ્યું અને ભારતીય સેનાને વ્યૂહાત્મક સફળતા અપાવી. કારગિલ યુદ્ધ લગભગ 84 દિવસ સુધી ચાલ્યું હતું. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ અંતિમ વ્યૂહાત્મક ચોટી પર પણ ફરીથી તિરંગો લહેરાવી ઐતિહાસિક વિજય નોંધાવ્યો. આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા, જ્યારે પાકિસ્તાનને પણ ભારે જાનહાનિ ભોગવવી પડી. કારગિલ વિજય દિવસ દર વર્ષે દેશના શૂરવીર સૈનિકોના બલિદાન અને અદમ્ય શૌર્યને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: કારગિલ વિજય દિવસે PM મોદીએ વીર શહીદોને નમન કર્યું, કહ્યું- દેશભક્તિ પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહે કહ્યું, દેશ પહેલા આવે છે, વિદ્યાર્થીઓથી વધુ કોઈ પદ મહત્વનું નથી
