Surat News: સુરતના સચિન વિસ્તારમાંથી સગીરાની (Sachin POCSO Case) સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશથી ઘર છોડીને સુરત આવી રહેલી 14 વર્ષીય કિશોરી (Minor Girl Case) સાથે 16 વર્ષના કિશોરે બે દિવસ દરમિયાન ત્રણ વખત દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદના આધારે સચિન પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Sachin POCSO Case: ઘર છોડ્યા બાદ સુરતમાં આશ્રય લઈ રહી હતી સગીરા
પોલીસને (Surat Police) મળેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશની 14 વર્ષ 7 મહિનાની કિશોરી (Minor Girl Case) ઘરેથી નીકળી ગયા બાદ છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતના સચિન (Sachin POCSO Case) વિસ્તારમાં રહેતી હતી. આ દરમિયાન તે પરિવારથી દૂર અને અજાણ્યા શહેરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.
પરિચય બાદ પ્રેમસંબંધના બહાને શારીરિક શોષણનો આરોપ
તપાસ મુજબ, સગીરાનો પરિચય 16 વર્ષના એક કિશોર સાથે થયો હતો. આરોપ છે કે કિશોરે વિશ્વાસ અને પ્રેમનો બહાનો બનાવી સગીરાને પોતાની નજીક લાવી અને 15 તથા 16 જુલાઈ દરમિયાન અલગ-અલગ ત્રણ વખત તેની સાથે દુષ્કર્મ કર્યું.પોલીસ ફરિયાદ અનુસાર, ઘટના બાદ સગીરાએ સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી હતી.
મધ્યપ્રદેશમાં અગાઉથી અપહરણની ફરિયાદ નોંધાઈ હતી
સગીરા ઘરેથી ગુમ થતાં તેના પિતાએ મધ્યપ્રદેશના સંબંધિત પોલીસ સ્ટેશનમાં અગાઉથી અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી મધ્યપ્રદેશ પોલીસ પણ કિશોરીની શોધખોળ કરી રહી હતી. બાદમાં ઘટનાની જાણ થતાં પરિવાર સુરત પહોંચ્યો અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી.
POCSO અને BNS હેઠળ ગુનો નોંધાયો
સગીરાના પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષના કિશોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ POCSO (Protection of Children from Sexual Offences) Act હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપીની શોધખોળ ચાલુ
એસીપી એન.પી. ગોહિલના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં નામજોગ કિશોર હાલ પોલીસની પકડથી દૂર છે. તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે અને આરોપીને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. હાલમાં કેસમાં કાનૂની કાર્યવાહી પ્રગતિ પર છે.
આ પણ વાંચો: Instagramની મિત્રતા સગીરાને પડી ભારે! લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મનો આરોપ
આ પણ વાંચો: સગા ભાઈના દુષ્કર્મથી ગર્ભવતી બનેલી સગીરાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો
