કોરોનાનો આંક જે એક સમયે પર્વત સમાન ઉંચાઇઓ આંબી રહ્યો હતો, તેમા ઘરખમ ફેરફારો નોંધવામાં આવી રહ્યા છે અને કોરોનાનો આંક એકરુપતામાં જોવામાં આવે તો સડસડાટ નીચે આવતો જોવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતમાં ફક્ત અને ફક્ત 3718 એક્ટિવ કેસ છે. હવે તો કોરોના સામેની લડાઇ પણ મજબૂત બની છે અને દેશ સહિત ગુજરાતમાં પણ રસીકરણ શરુ થઇ ચૂક્યુ છે, ત્યારે રોજબરોજ સામે આવતા આંકડા જોતા કહી શકાય કે, હવે કોરોના ગુજરાતમાં થોડા દિવસનો જ મહેમાન છે. જો આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની વાત કરવામાં આવે તો….
કોરોના નવા કેસની સંખ્યા 346– મૃત્યુ આંક 02
ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે નવા કેસની સંખ્યા 346 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 02 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.
આટલા લોકોને અત્યાર સુધીમાં મળી રસી
રાજયમાં કોરોના રરસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું. આજની તારીખે કુલ 1268 કેન્દ્રો પર 59893 વ્યક્તિઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. આજનાં આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 155802 વ્યક્તિઓેને રસીકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.
આટલા દર્દી સાજા થયા
રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 602 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 252464 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 3718 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 3718 એકટિવ કેસમાંથી 41 વેન્ટીલેટર પર છે, જ્યારે 3677 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.
કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 346 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 260566 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 02 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4384 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.
રાજ્યનો આ છે રીકવરી રેટ
રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સાંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજયભરમાંથી આજે 602 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 96.89 થયો છે. રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ 252464 દદીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ – Press Brief 28.01.2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
