અખાત્રીજના શુભ દિવસ(10 મે)થી ચારધામ યાત્રાનો આરંભ થઈ ગયો છે. ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં સર્વ પ્રથમ યમુનોત્રી ધામના દર્શન થાય છે. ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને બાદમાં બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચારધામ યાત્રામાં જો તમે યમુનોત્રી પહેલા કેદારનાથ કે બદરીનાથના દર્શન કરો છો તો તમને યાત્રાનું પૂર્ણફળ મળતું નથી. યમુનોત્રીએ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે. ગંગાના દર્શન કરતા પહેલા જ યમુના દર્શનનો મહિમા છે. ગત 10મેના રોજ આરંભ થયેલ ચારધામ યાત્રામાં યમુનાત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈ તમે પણ દંગ થઈ જશો. આ વીડિયોમાં દેખાય છે કે કેટલી સંખ્યામાં લોકો યમુનોત્રી પંહોચ્યા છે.
ये यमुनोत्री धाम का कल शाम का वीडियो है। देखकर भयभीत होना लाज़िमी है।
इतनी भीड़ इसलिए आई क्योंकि किस धाम में एक दिन में कितने श्रद्धालु जाएँगे, ऐसा कोई मैकेनिज़्म डेवलप नहीं किया। क्या किसी घटना होने का इंतज़ार ? तब कोई फ़ार्मूला तय होगा ? किसी भी चीज की अधिकता नुक़सानदेह होती… pic.twitter.com/EoAiPnnDtV— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 11, 2024
આ ગઈકાલ સાંજનો યમુનોત્રી ધામનો વીડિયો છે. આ જોઈને ગભરાઈ જવું સ્વાભાવિક છે. આવી ભીડ એટલા માટે આવી કારણ કે એક દિવસમાં કેટલા ભક્તો દરેક ધામની મુલાકાત લેશે તે નક્કી કરવા માટે કોઈ પદ્ધતિ વિકસાવવામાં આવી ન હતી. કંઈક થવાની રાહ જોઈ રહ્યા છો? પછી કોઈ ફોર્મ્યુલા નક્કી થશે? કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક છે, ભલે તે અતિરેક શ્રદ્ધા માટે આવતા ભક્તોની ભીડ હોય? લોકોની આટલી બધી ભીડ સાથે ટ્ટુની સવારી પણ દેખાય છે. આ દૃશ્ય આપણને ડરામણુ લાગે છે. કારણ કે આટલી બધી ભીડના લીધે ફરી કોઈ મોટી દુર્ઘટના થવાનો ડર છે. આ ભીડને નિયંત્રણ કરવી મુશ્કેલ છે. જો કે યાત્રાધામમાં આટલી બધી ભીડમાં ના તો કોઈ વ્યવસ્થા કે ના કોઈ પ્રકારની વહીવટીપણું જોવા મળ્યું છે.

યુઝર્સ કરી રહ્યા છે કમેન્ટ
ગતરોજ યમુનોત્રી ધામનો આ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પર અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. અત્યારે લોકો ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત છે. વહીવટીતંત્રમાં આવા મોટા યાત્રાધામોને લઈને કોઈ સુરક્ષા વ્યવસ્થા કે પછી કોઈ નિયમનકારી વલણ જોવા મળતું નથી. આટલા મોટા પ્રમાણમાં ભીડના દૃશ્યો જોઈ સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરીને લઈને સવાલ પેદા થાય. એક યુઝર્સે કમેન્ટ કરી છે કે તમે તમારા જોખમે આ પ્રકારની યાત્રા કરી શકો છો. તો કોઈ યુઝર્સ પૂછી રહ્યો છે શું સરકાર ફરી કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે. આવા સ્થાનો પર દુર્ઘટના પહેલા કોઈ નક્કર પગલા કેમ લેવાતા નથી. આ દૃશ્ય વધુ ડરામણું લાગે છે. ત્યાં ભીડ નિયંત્રણ લાવવા કોઈ ચોક્કસ પગલાં લેવા જરૂરી છે.

યમુનોત્રી ધામ
જણાવી દઈએ કે યમુનોત્રી ધામ 3323 મીટરની ઊંચાઈ પર આવેલ છે. ચારધામમાં યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ એક જ દિવસે ખુલે છે. ત્યારબાદ કેદારનાથ અને પછી બદરીનાથ ધામના કપાટ ખુલે છે. ચારધામ યાત્રામાં લોકો હરિદ્વાર અથવા ઋષિકેશથી યાત્રાની શરૂઆત કરતા હોય છે. ઋષિકેશથી હનુમાન ચટ્ટી પહોંચ્યા બાદ નાના વાહનો મારફતે ભક્તોને 8 કિલોમીટરના અંતરે આવેલ જાનકી ચટ્ટી સુધી પહોંચાડવામાં આવે છે. અને પછી જાનકી ચટ્ટીથી જ ભક્તો મા યમુનાના પ્રગટ સ્થાન પર પહોંચવાની 7 કિલોમીટરની પગપાળા યાત્રાનો પ્રારંભ કરે છે. ઊંચાઈ પર આવેલ યમુનોત્રી પાવન ધામના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે. પરંતુ જે લોકો ચાલવામાં અસમર્થ હોય તેમના માટે ખચ્ચર અને પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેદારનાથ કરતા યમુનોત્રીની યાત્રા વધુ મુશ્કેલ માનવામાં આવે છે પરંતુ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શક્તિ આપોઆપ મળી જાય છે અને ભક્તો કઠીન યાત્રા પણ પાર કરે છે.
