કૃષિ આંદોલન/ રાકેશ ટિકૈતે શંકાસ્પદ શખ્સને આંદોલન સ્થળેથી પકડી ધમાર્યો, કહ્યું – આ ભાજપનો માણસ

દિલ્હીનાં કાંઠે બે મહિનાથી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું છે કે, જો કાયદા પાછા નહીં ખેંચાય તો તે આત્મહત્યા કરી લેશે.

Top Stories India

દિલ્હીનાં કાંઠે બે મહિનાથી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું છે કે, જો કાયદા પાછા નહીં ખેંચાય તો તે આત્મહત્યા કરી લેશે. ગાઝીપુર સરહદે ખેડુતોના આંદોલનને હટાવી દૂર કરવા તંત્ર દ્રારા તૈયારીઓ તીવ્ર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ ડીએમ્સ અને એસએસપીને પણ તમામ આંદોલનોનો અંત લાવવા નિર્દેશ આપ્યો છે. તમામ વાતો વચ્ચે રાકેશ ટિકૈત ગાઝીપુર સરહદે ખેડૂત આંદોલન છાવણીમાં વિરોધ સાથે અનશન પર બેસી ગયા હતા.

ખેડૂત નેતા અને ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે  જે સ્થળ પર આંદોલન કરી રહ્યા છે ત્યારે અચાનક કોઇ અજ્ઞાત વ્યક્તિની ઉપસ્થિતિ નોંધવામાં આવી. આ અજ્ઞાત વ્યક્તિને તુરંતમાં પકડી પાડવામાં આવ્યો અને કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે તે વ્યક્તિને બરોબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પોતે જે રીતે પૂર્વે કહી ચૂક્યા છે તે રીતે ફરી કહ્યું કે આ ભાજપનો માણસ છે અને છાવણીમાં આંધાધૂંધી ફેલાવી આંદોલન ખતમ કરવાનો કારસો છે. જો કે, ઘટનાની જાણ થતા ત્યા હાજર પોલીસ દ્વારા અજ્ઞાત ઇસમની ઘરપકડ કરી લેવામાં આવી હતી.

સાંજનો આવો હતો ઘટના ક્રમ

આપને જણાવી દઇએ કે, ગુરુવારે આ ઘટના પહેલા પહેલા જ સાંજે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે મીડિયાને જણાવ્યું હતું કે અહીં અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ અમારું આંદોલન ચાલુ રહેશે. આ કાયદા પાછા ખેંચવામાં આવશે. જો આ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો રાકેશ ટિકૈત આત્મહત્યા કરશે. તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા કે ખેડૂતોની હત્યા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં તમામ લોકોને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ભાજપના ધારાસભ્યો 300 લોકો સાથે લાઠીઓ લઇને આવ્યા છે.

ટિકૈતે શરણાગતિ વિશે ચાલી રહેલી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે તે આત્મસમર્પણ કરવા જઈ રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, લાલ કિલ્લા પર ત્રિરંગો ઉપરાંત જે પણ ધ્વજ ફરવ્યો છે તેની સામે સુપ્રીમ કોર્ટે તપાસ કરવી જોઈએ. તેમણે કોર્ટમાંથી સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે લાલ કિલ્લા પર થયેલી હિંસામાં કોણ કોણ સામેલ હતું તેની અદાલતે તપાસ કરવી જોઈએ. કોલ વિગતો કાઢી અને તપાસ કરવી જોઈએ. ટિકૈત કહે છે કે, ત્રિરંગાનું અપમાન કરવાનું ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ખેડૂત આગેવાન ગુરનમસિંહ ચધુનિ એમ પણ કહે છે કે, ખેડૂત આંદોલન બળપૂર્વક સમાપ્ત નહીં થાય. શ્વાસ જાય ત્યાં સુધી લડશે. અમારી પાસે હજી કોઈ યોજના નથી. હવે અમે એક બેઠક કરીશું. મને ખબર નથી કે સરકાર શું કાવતરું કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…