Not Set/ આરક્ષણ હટાવો”ની માંગ સાથે ભારત બંધ : દેશભરમાં વિરોધ પ્રદર્શન, બિહારમાં તોડફોડ જયારે પંજાબમાં થઇ હિંસક ઝડપ

બિહાર, સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST એક્ટ અંગેના કાયદામાં ફેરફાર કરવાના વિરોધમાં ૨ એપ્રિલના રોજ દેશભરમાં કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને દેશભરમાં હિંસક તુફાનો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મંગળવારે “આરક્ષણ હટાવો”ની માંગ સાથે વધુ એકવાર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. “આરક્ષણ હટાવો”ની માંગ સાથે કરવામાં આવી રહેલા ભારત બંધના એલાન બાદ કેટલાક […]

Top Stories

બિહાર,

સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST એક્ટ અંગેના કાયદામાં ફેરફાર કરવાના વિરોધમાં ૨ એપ્રિલના રોજ દેશભરમાં કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને દેશભરમાં હિંસક તુફાનો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મંગળવારે “આરક્ષણ હટાવો”ની માંગ સાથે વધુ એકવાર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

આરક્ષણ હટાવો”ની માંગ સાથે કરવામાં આવી રહેલા ભારત બંધના એલાન બાદ કેટલાક સમુદાયો દ્વારા બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને રાજસ્થાન સહિત ૬ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભારતબંધના એલાન બાદ કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને જોતા કેટલાક રાજ્યોમાં ધારા ૧૪૪ પણ લાગુ કરવામાં આવી છે.

બીજી બાજુ આ બંધના એલાનને લઇ તમામ રાજ્યોની પોલીસ હાઈએલર્ટ પર છે. ગૃહ મંત્રાલય દ્વારા આ બંધ અંગે એડવાઇઝરી જાહેર કરીને જરૂરી તમામ પગલા હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે.

ભારત બંધના એલાન પર દેશભરમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન,

બિહાર :

“આરક્ષણ હટાવો”ની માંગ સાથે કરવામાં આવી રહેલા ભારત બંધના એલાનની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. બિહારના આરા નગર પોલીસ સ્ટેશનના આનંદનગર વિસ્તારમાં વિરોધ કરી રહેલા સમર્થકો અને બંધના સમર્થકો વચ્ચે હિંસક ઝડપ જોવા મળી છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરામાં જ હજારો યુવાનોએ પટના પેસેન્જર ટ્રેનને રોકી દીધી હતી.

આક્રોશમાં આવેલા યુવાનોએ રેલ્વેના પાટા પર ઉતારીને આરક્ષણ વિરુધ ભારે નારેબાજી કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલી પથ્થરબાજીમાં ૭ લોકો ઘાયલ થયા છે. જયારે ભારત બંધ દરમિયાન વિરોધ કરી રહેલા પ્રદર્શનકારિયો પણ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

આ ઉપરાંત પટના-કોલકત્તા રેલ્વે વ્યવહાર પર પણ માઠી અસર પડી છે. જયારે દરભંગાની લલિત નારાયણ મિશ્રા યુનિવર્સીટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવામાં આવી અને કેટલીક પ્રાઇવેટ સ્કૂલોને પણ બંધ કરવામાં આવી છે.

પંજાબ : 

પંજાબના ફિરોજપુરમાં ભારત બંધ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ઝડપ જોવા મળી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા એક જુથે દુકાન બંધ કરવા દરમિયાન મોટરસાયકલ પર પથ્થરમારો કર્યો હતો અને આ સમયે લોકો વચ્ચે તલવારથી હુમલો કરવામાં આવતા બે વ્યક્તિ ઘાયલ થયા છે.

મધ્યપ્રદેશ  :

૨ એપ્રિલના રોજ દેશભરમાં કેટલાક દલિત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધનું એલાનની સૌથી વધુ અસર મધ્યપ્રદેશમાં જોવા મળી હતી. ત્યારે હવે આ આંદોલન દરમિયાન કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે રાજ્યના કેટલાક શહેરોમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ભિંડ, ગ્વાલિયર, શ્યોપુર, શિવપુરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે જયારે ભિંડ અને મુરૈનામાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે.

ભારત બંધને જોતા પેરામિલિટ્રી ફોર્સની ૬ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે તેમજ ગ્વાલિયરમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારિયોનો સામનો કરવા માટે ૨૦૦૦થી વધુ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશ :

ભારતબંધના એલાનને જોતા મુજફ્ફનગરના કેટલાક વિસ્તારોમાં નારેબાજી જોવા મળી હતી. જયારે સહરાનપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોમાં વધુ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે.

રાજસ્થાન :

ભારત બંધને જોતા જયપુર, જાલોર, અલવર, હિન્દોન, ગંગાપુર, બાડમેર, શિવાના અને નીમમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

કેરલ :

કેરળમાં આજે CPIM પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિરુધ પ્રદર્શન કરશે. CPIM દ્વારા કેરળના દરેક જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરશે. બીજી બાજુ CPIM દ્વારા ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, બીજેપીના રાજમાં દલિતો પર અત્યાચાર વધ્યો છે.

ઉત્તરાખંડ :

ગૃહ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કર્યા બાદ નૈનીતાલમાં પણ ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.