લંડન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ દિવસીય વિદેશ યાત્રાએ ઈંગ્લેંડ પહોંચ્યા બાદ તેઓ લંડન ખાતે “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લંડનના વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલ ખાતે યોજાયેલા “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં તેઓએ કઠુઆ ગેંગરેપ કેસ અંગે, વિપક્ષી દળો તેમજ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાનને પણ સણસણતો જવાબ આપ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પોતાની સરકારની જનકલ્યાણ અંગેના કામની જાણકારી આપી હતી તેમજ પોતાની સરકારની તુલના અન્ય સરકાર સાથે કરવા માટે પણ કરી હતી.
પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અંગે પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાનને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, “અમારી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કર્યાં બાદ મીડિયાને જણાવ્યા પહેલા પાક.ની સેનાને ફોન કરીને કહ્યું, તમે તમારા સૈનિકોની મૃતદેહ લઇ જાવ”.
Prime Minister #NarendraModi said "A rape is a rape. How can we tolerate this exploitation of our daughters?" while calling it shameful to play politics over such issues at #BharatKiBaatSabkeSaath in backdrop of #KathuaCase #UnnaoCase
Read @ANI story | https://t.co/X8xpG1cQLv pic.twitter.com/AqyTczsypC
— ANI Digital (@ani_digital) April 18, 2018
આ ઉપરાંત વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલમાં કઠુઆ ગેંગરેપની ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું, “રેપ એ રેપ છે આ ઘટના અંગે રાજકારણ ન રમવું જોઈએ”.
તાજેતરમાં સામે આવેલી કઠુઆ ગેંગરેપ અને ઉન્નાવ ગેંગરેપની ઘટનાઓ અંગે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ પ્રકારની ઘટનાઓ દર્દનાક છે. આ માત્ર કોઈ વ્યક્તિ વિશેષ નહિ પણ સમાજનું પણ અપમાન છે”.
તેઓએ કહ્યું, “બળાત્કાર એ બળાત્કાર છે, આ સમયે અમારી સરકારમાં કેટલા રેપ થયા અને તમારી સરકારમાં કેટલા થયા હતા તેની વાત કરીને આ ગંભીર ઘટના અંગે રાજકારણ ન રમવું જોઈએ”.
Jab kisi choti balika par balatkaar hota hai, kitni dardnak ghatna hai. lekin kya hum ye kahenge ki tumhari sarkaar me itne hote the, meri sarkaar me itne hote hain.Balatkar balatkar hota hai,ek beti ke saath ye atyachaar kaise sehen kar sakte hain:PM Modi #BharatKiBaatSabkeSaath pic.twitter.com/VLMsVkoY41
— ANI (@ANI) April 18, 2018
પીએમ મોદીએ આ ઘટનાઓ અંગે વધુમાં જણાવતા કહ્યું, ” મેં આ પહેલા દિલ્લીના લાલકિલ્લા પરથી પણ આ વાત કરી હતી કે હંમેશા દીકરીઓને જ શા માટે બધા સવાલો પૂછવામાં આવે છે. દીકરીઓની સાથે માતા પિતા પોતાના દીકરાઓને પણ ક્યારેક પુચવું જોઈએ કે તે ક્યાં ગયો હતો.
આ દેશ માટે પણ એક ચિંતાનો વિષય છે. કારણ કે આ ગંભીર કૃત્ય કરનારા દીકરા પણ કોઈના સંતાન છે અને તેના ઘરમાં પણ માં-બહેન હોય છે.
#WATCH: On being asked about the secret of his stamina, PM Modi says,'Pichle 20 saal se main daily 1kg-2kg gaali (abuses) khaata hu.' #BharatKiBaatSabkeSaath #London pic.twitter.com/eKbEGoSC1c
— ANI (@ANI) April 18, 2018
આ ઉપરાંત તેઓએ ટાઉનહોલ ઇવેન્ટમાં એક શ્રોતા દ્વારા પીએમ મોદીને તેમની કામ કરવાની શક્તિ પાછળ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી તેઓ દરરોજ ૧-૨ કિલો ગાળો ખાઈ રહ્યા છે.
People are equivalent to Gods in a democracy and if they wish even a tea-seller can become their representative and shake hands at the Royal Palace: PM Modi at #BharatKiBaatSabkeSaath event in London pic.twitter.com/dDaEifMmmG
— ANI (@ANI) April 18, 2018
વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીએ ચા વેચવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગે જણાવતા તેઓએ જણાવ્યું, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન એક વિષય પર મારી ભરપૂર ટીકા કરવામાં આવતી હતી. મોદી ચા વેચનાર છે, માત્ર એક રાજ્યના મુખ્યમંત્રી છે, તેનાથી શું થશે. વિદેશનીતિની કઈ રીતે સમજી શકશે. દેશનો ભટ્ટો બેસાડી દેશે. પરંતુ આજે જયારે આ સરકારને ૪ વર્ષ થયા પછી કોઈ આ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. તેનું કારણ મોદી નથી. મોદીને સવા સો કરોડ લોકોની તાકતનો ભરોસો છે.
Prime Minister Narendra Modi met Queen Elizabeth at Buckingham Palace in London. pic.twitter.com/lzZq9FM2jU
— ANI (@ANI) April 18, 2018
મહત્વનું છે કે, આ પહેલા પોતાની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં સ્વિડન પહોંચ્યા બાદ તેઓ બ્રિટેન પહોચ્યા હતા. બ્રિટેન પહોચ્યા બાદ પીએમ મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે બકિંઘમ પેલેસ ખાતે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓએ ઈંગ્લેંડના પ્રધાનમંત્રી ટેરેસા મે સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

