National News/ હોર્મુઝ ખાડીમાં 3 ભારતીયોના મોત બાદ દિલ્હીથી વોશિંગ્ટન સુધી હડકંપ,જયશંકરે અમેરિકાને આપી ચેતવણી

ઓમાનની ખાડીમાં અમેરિકી સૈન્યના હુમલામાં 3 ભારતીય(Indian) નાવિકોના મોત બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોને ફોન કરી કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. વાંચો અહેવાલ.

NATIONAL Top Stories India
Indian

India-US Maritime Tension 2026: ઓમાનની ખાડીમાં પલાઉ (Palau) દેશનો ધ્વજ ધરાવતા તેલ ટેન્કર પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા ઘાતકી સૈન્ય હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને લઈને ભારતે અત્યંત કડક અને આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે વહેલી સવારે જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને (Marco Rubio) ફોન લગાવીને આકરી ઝાટકણી કાઢી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સમંદરમાં વ્યાપારી જહાજો કે ભારતીય નાવિકો પરના આવા હુમલા કોઈપણ કિંમતે બર્દાશ્ત કરવામાં આવશે નહીં.

21 Indian સુરક્ષિત, 3 ના મોત અને અમેરિકાની કબૂલાત

હુમલાનો શિકાર બનેલા આ જહાજ પર કુલ 24 ભારતીય(Indian) નાવિકો સવાર હતા, જેમાંથી 21 ને સુરક્ષિત બચાવી લેવાયા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે શહીદ થયેલા ત્રણેય ભારતીય નાવિકોની ઓળખ ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા (યુપી) અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ તરીકે કરી છે.

બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે હુમલાની વાત સ્વીકારતા બચાવ કર્યો છે કે જહાજ યુએસ નૌકાદળના નિર્દેશોનું પાલન કરી રહ્યું નહોતો. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક અમેરિકાની(Indian) આવી જોહુકમી સામે એસ. જયશંકરે બે દિવસ પહેલા જ ફિનલેન્ડમાં અમેરિકાના બેવડા (દોગલા) વલણની આકરી આલોચના કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની (Indian) સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સાંખી લેવાશે નહીં.


આ પણ વાંચો:શું ભારત બનશે શાંતિ દૂત? ઈરાની વિદેશ મંત્રી સાથે જયશંકરની વાતચીત બાદ ગરમાયું વિશ્વનું રાજકારણ

આ પણ વાંચો:જયશંકર અને રુબિયોની બેઠકમાં ભારત-અમેરિકા વેપારના મુખ્ય મુદ્દાઓ, પરમાણુથી ખનિજ સુધીની વાતો

આ પણ વાંચો:બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો