World News/ બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો

બલૂચ નેતા મીર યાર બલોચે ભારત (India) ના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને ભારતનો સમર્થન વ્યક્ત કર્યું છે.

World Trending
India

India ને પત્ર મળ્યો બલૂચિસ્તાન (Balochistan) થી

બલૂચ નેતા મીર યાર બલોચે ભારત (India) ના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને ભારત (India) ના આધાર માટે વિનંતી કરી છે. પત્રમાં તેમણે પાકિસ્તાન (Pakistan) અને ચીનની નજીકના સહકાર પર ચેતવણી આપી છે.

જેમાં ચીને પાકિસ્તાન (Pakistan) માં સૈનિકો તૈનાત કરવાની શક્યતા પણ સામેલ છે. બલૂચ નેતાએ બલૂચિસ્તાન (Balochistan) માં છેલ્લા 79 વર્ષથી ચાલતા માનવાધિકાર ઉલ્લંઘન અને આતંકવાદની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે અને સમસ્યાઓને મૂળથી દુર કરવા માટે પગલાં લેવા જણાવ્યું છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સંપૂર્ણ સ્વાયત્તતા સ્થાપિત થઈ શકે.

પાકિસ્તાન (Pakistan) ને ઉખાડી નાખો અમે  ભારત (India) સાથે છીએ

મીર યાર બલોચે એસ. જયશંકરને પત્રમાં જણાવ્યુ કે, “બલુચિસ્તાનના લોકો છેલ્લા 79 વર્ષથી આતંવાદ અને માનવાધિકારના ઉલ્લંઘનોનો સામનો કરી રહ્યા છે.

બલૂચ નેતાએ લખ્યું કે ‘હવે આ ગંભીર સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવાનો સમય આવી ગયો છે. જેથી બલુચિસ્તાનના લોકો માટે કાયમી શાંતિ અને સાર્વભૌમત્વ સુનિશ્ચિત થઈ શકે.

બલુચિસ્તાન માં ચીની સેના તૈનાત કરવામાં આવશે

પત્રમાં બલૂચ નેતાએ એમ પણ લખ્યુ હતું કે, બલૂચિસ્તાન પ્રજાસત્તાક પાકિસ્તાન (Pakistan) અને ચીન વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને અત્યંત ખતરનાક માને છે. અમે ચેતવણી આપીએ છીએ કે ચીન, પાકિસ્તાન (Pakistan) ના સહયોગથી, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ને તેના અંતિમ તબક્કામાં લાવી દીધું છે.

બલૂચ નેતાએ દાવો કર્યો છે કે, “જ્યાં સુધી બલૂચ પ્રતિકાર અને સંરક્ષણ દળોને મજબૂત બનાવવામાં નહીં આવે અને બલૂચ લોકોને ગંભીરતાથી લેવામાં નહીં આવે, તો આ પ્રદેશમાં ટૂંક સમયમાં ચીની સેના જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો ઘાતકી હુમલો, 9 સૈનિકોના મોત

આ પણ વાંચો: બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો, ગેસ પાઇપલાઇન ઉડાવી દીધી

આ પણ વાંચો: બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો, 12 સૈનિકોના મોત