uttarpradesh news/ વૃદ્ધને ભારે પડ્યું આખલા સાથે મસ્તી કરવું….

યુપીના બુંદેલનગરની આ ઘટના જાણીને તમે પણ ચોંકી જશો .. વાત જાણે એમ છે કે શાંતિથી રસ્તે જઈ રહેલા આખલા (Bull )ને એક વૃદ્ધે કારણ વગર છંછેડ્યો અને પરિણામે આખલાએ તેમને હવામાં ઉછાળીને જમીન પર પટકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

India NATIONAL Trending
Bull

UTTARPRADESH NEWS : આ ઘટના ઉત્તરપ્રદેશ ( Uttarpradesh) માં આવેલ બુલંદશહેરના નગર કોતવાલી વિસ્તારની દુર્ગાપુરમ કોલોનીની (colony) છે. જેનો વિડીયો (video) સોસિયલ મીડિયા ( social media )માં વિરલ થઈ રહ્યો છે. વાઇરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક આખલો (Bull) કોલોનીની સાંકડી ગલીમાંથી શાંતિથી પસાર થઈ રહ્યો હતો. તે કોઈને પરેશાન કરતો નહોતો કે કોઈના રસ્તામાં અડચણરૂપ પણ નહોતો. આ દરમિયાન એક વૃદ્ધ પોતાના ઘરેથી બહાર નીકળ્યા અને તેમણે આરામથી જઈ રહેલા આખલાને ભગાવવા માટે જમીન પરથી પથ્થર ઉપાડીને તેને પાછળથી માર્યો.

જાણો આખલો કેમ ભડક્યો?

વૃધ્ધના મનમાં ક્યારેય વિચાર પણ નહિ આવ્યો હોય કે જો તે આખલાને હેરાન કરશે તો આખલો  તેના જીવ માટે યમદૂત બની જશે . પથ્થર વાગતાની સાથે જ શાંત આખલો પાછળ ફર્યો અને વૃદ્ધ પર હુમલો કરી દીધો. વૃદ્ધ પોતાનો જીવ બચાવવા પહેલા ત્યાં ઉભેલી બાઇક (bike) પાછળ છુપાવાનો પ્રયત્ન (try)કર્યો અને ત્યારબાદ બીજો રસ્તો પકડ્યો ભગવા માટે . પરંતુ ગુસ્સે (angree) ભરાયેલ આખલો (BULL) સાચે જ યમદૂત હોય અને બદલો લેવાનું નક્કી કરી લીધું હોય એમ તેમની પાછળ જ પડ્ય હતો .

આખલા (Bull)એ તેના શીંગડા વડે વૃદ્ધને જોરથી હવામાં ઉછાળ્યા અને પછી જમીન પર પટકી દીધા.વૃદ્ધની બૂમો સાંભળીને આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવ્યા. લોકોએ ભારે જહેમત બાદ આખલાને ત્યાંથી દૂર ભગાડ્યો અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખલાએ તેમને અનેકવાર ટક્કર મારી દીધી હતી.

આખલની ટક્કરથી વૃદ્ધને  હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા 

આ આખલના ભયાનક હુમલામાં વૃદ્ધને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનોએ તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નડિયાદમાં આખલાઓનો આતંક, વધુ એક યુવકને શિંગડા વડે ઉછાળ્યો

આ પણ વાંચો: ભાવનગરમાં રખડતા આખલાનો આતંક : એક્ટિવા ચાલકને પટક્યા બાદ આધેડ પર હુમલો કર્યો, શિંગડે ભેરવી પછાડવાનો પ્રયાસ

આ પણ વાંચો: આખલાએ વૃદ્ધને ઉલાળતા ગંભીરપણે ઘાયલ, રખડતા પશુનો અસહ્ય ત્રાસ