Surendranagar News : રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્યમાં પશુ નિયંત્રણનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. પશુ પાલકોની બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકી હોવા છતાં એકાંતરે એવું બને છે કે રખડતા પશુનો ભોગ કોઈને કોઈ વ્યક્તિ બન્યું હોય.રખડતા પશુઓની સમસ્યા હવે માથાનો દુખાવો બની ગઈ છે. રાજ્યમાં રોજ પશુઓના ત્રાસની ઘટનાઓ ઘટી રહી છે.
અનેક લોકો તેનો ભાગ બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુનો ત્રાસ સામે આવ્યો છે. પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રઝડતા પશુએ વૃદ્ધ પર હુમલો કર્યો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં દેખાય રહ્યું છે કે એક વૃદ્ધ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તા પર નજીકમાં જ ત્રણ પશુઓ ઉભા છે. વૃદ્ધ પોતાના રસ્તે જઈ રહ્યા છે, ત્યાં તો અચાનક જ આખલાએ વૃદ્ધને અડફેટે લઈને ઉછાળી દીધા. વૃદ્ધ જમીન પર પટકાયા અને ઉભા ન થઈ શક્યા. ત્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.
અગાઉ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. રખડતા પશુની અડફેટે અનેક નાગરિકો આવ્યા છે. તો કેટલાક કિસ્સામા ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયા છે. લગભગ એક મહિના અગાઉ કચ્છના માધાપરમાં રખડતા પશુના ત્રાસની ઘટના સામે આવી હતી, જેમાં આખલાએ એક વૃદ્ધને ઉછાળતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
રખડતા પશુનો ત્રાસ સતત વધ્યો છે. ત્યારે હવે સવાલો એ ઉભા થાય છે કે રખડતા પશુઓની પરેશાનીમાંથી ક્યારે મુક્તિ મળશે? જાહેર રોડ-રસ્તામાં અડિંગો જમાવતા પશુઓની સમસ્યાનું સમાધાન શું? શું પશુઓને પકડીને ઢોરડબ્બામાં પુરવાનો જ એકમાત્ર ઉપાય છે? લોકોના બહુમૂલ્ય જીવનની કોઈ કિંમત નથી? જનતા પૂછી રહી, સમયાંતરે જ કાર્યવાહી કેમ? સમસ્યામાં કાયમી કામગીરી અને કાયમી સમાધાન ન આવી શકે?
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
