Bhavnagar News/ ભાવનગરમાં રખડતા આખલાનો આતંક : એક્ટિવા ચાલકને પટક્યા બાદ આધેડ પર હુમલો કર્યો, શિંગડે ભેરવી પછાડવાનો પ્રયાસ

આસપાસના લોકોની ત્વરિત મદદથી આધેડને તેમજ એક્ટિવા ચાલકને બચાવી લેવામાં આવ્યા

Gujarat Others

Bhavnagar News : ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ નવાઈની વાત નથી. ઘણીવાર તેને કારણે લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આ પ્રકારના એક બનાવમાં ભાવનગરમાં રખડતાં આંખલાએ આતંક મચાવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં 23 મે ના રોજ રાત્રે 9:44 કલાકે રોડ પર એક્ટિવા સવારને આખલાએ પટક્યો હતો. જે બાદ આધેડ પર હુમલો કર્યો હતો.

આધેડને શિંગડે ભેરવી પછાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બન્નેને સામાન્ય ઈજા પહોંચી છે. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બે દિવસ પહેલા કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં રખડતાં ઢોરે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો તેમજ આધેડ પર હુમલો કર્યો હતો. સદનસીબે, આસપાસના લોકોની ત્વરિત મદદથી આધેડને તેમજ એક્ટિવા ચાલકને બચાવી લેવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, રખડતા ઢોરે સૌથી પહેલા એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જેથી એક્ટિવા રોડ પર દૂર સુધી ઢસડાયુ હતું. તેમજ ચાલક પર રોડ ઉપર ફંગોળાયો હતો. સદનસીબે ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. આ ઘટના બાદ તમામ લોકો એક્ટિવા ચાલકની મદદે દોડી આવ્યાં હતા. તે દરમિયાન રખડતા ઢોરે ત્યા એક આધેડ પર હુમલો કરી દીધો હતો.

જેથી આધેડ નીચે પડી ગયા હતા. જોકે, આસપાસના લોકોએ તાત્કાલીક આધેડને રખડતા ઢોરની ચુંગાલમાંથી બહાર કાઢ્યા હતા. જેથી તેનો જીવ બચી ગયો હતો.રખડતા ઢોરની સમસ્યા નવી નથી. છ મહિના પહેલા પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા પણ રખડતા ઢોરનો ભોગ બન્યા હતા. તેઓ સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે એક ખુટિયાએ તેમને અડફેટે લીધા હતા,

જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.મહાનગરપાલિકા રખડતા ઢોરને નિયંત્રિત કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ સમસ્યા હજુ પણ યથાવત છે. શહેરના રહીશો માટે રખડતા ઢોર મોટો ખતરો બની ગયા છે. નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માગ ઊઠી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત,4 ના મોત 

આ પણ વાંચો:ઉદયપુરમાં માર્ગ અકસ્માતમાં નવપરીણિત યુગલ ખંડિત, ત્રણ દિવસ પહેલા પરણનારા યુવાનનું મોત

આ પણ વાંચો:ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 87 કલાકના જામીન મંજૂર,માતાનું ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવું પડશે