Not Set/ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે CMને પત્ર લખી કરી આ માંગ…

હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે, ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું.

Top Stories Gujarat Others

કોરોના મહામારીની ત્રીજી લહેરની સામાન્ય જનતાથી લઈને મોટા-મોટા નેતાઓ ચિંતા સતાવી રહી છે. ત્યારે આવમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવા બાબતે પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું છે કે ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું છે જેના કારણે ઘણા લોકોની પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. તેમાં શંકાનું કોઈ સ્થાન નથી. જો કે હવે દેશમાં આ કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ચોરી અરવલ્લી જિલ્લામાં થઈ, આરોપીઓ ખેડા એસ.ઓ.જી એ પકડ્યા

હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે, ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું. જેથી કરીને ઘણા બધા પરિવારો આર્થિક રીતે અને પારિવારીક રીતે ભાંગી ગયા છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોરોના સામે એકમાત્ર હથિયાર ‘કોરોના વેક્સિન’ છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા ઝડપથી વેક્સિનેશન કરાય તે જરૂરી છે. હાલમાં જે ગતિએ 18થી 44 વર્ષના યુવાઓ તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી છેલ્લા મહિનાઓથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમાં ધાર્યું પરિણામ નથી મળ્યું તે સરકાર પણ સમજે છે, પરંતુ સ્વીકારતી નથી.

આ પણ વાંચો :જામનગર નાઘેડી નજીક ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત, 4 ઈજાગ્રસ્ત

ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. આગામી સમયમાં આવનાર કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યારથી જ અસરકારક પગલાં જો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે તો જ તેના સારા પરિણામો મેળવી શકાશે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરૌંદરસિંહની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો કોરોના મુક્ત થાય તે માટેની કામગીરી સારામાં સારી રીતે કરવામાં આવી છે, તેમને જાહેરાત કરી હતી કે જે ગામ 100% વેકસીનેશન આપશે તે ગામને વિકાસ માટે વધુ 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને જે તે ગામને કોરોનાની સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ