Ahmedabad News : અમદાવાદના એલિસબ્રિજ અને વાસણા વિસ્તારમાંથી 2022ના વર્ષમાં માનવ અંગો મળી આવતા ચકચાર મચી હતી. આ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં પિતાએ જ પોતાના સગા દીકરાની હત્યા કરી, લાશના ટુકડા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ત્યારે ત્રણ વર્ષ બાદ આ કેસમાં મોટા અપડેટ આવ્યા છે. પુત્રની હત્યા કરી ટુકડા કરી નાખનાર પિતાના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં છે.
અમદાવાદના વાસણામાં રહેતા 64 વર્ષીય વૃદ્ધને જામીન મળી ગયા છે. ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રની 2022 માં પિતાએ હત્યા કરી હતી. વાસણા પોલીસ સ્ટેશનમાં 2022 માં એક હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. વાસણાના અયપ્પા મંદિર સામેના ગ્રાઉન્ડમાંથી કચરાના ઢગલામાં માથું અને હાથ પગ વગરની મળેલી લાશ મળીમાં ફરિયાદ થઈ હતી. ઘટના સમયે FSL રિપોર્ટમાં મૃતકની ઉમર 30 થી 40 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ હત્યા લાશ મળ્યાના આશરે 35 કલાક પહેલા થઈ હતી.
આ ઘટનામાં જેલમાં બંધ પિતાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે સેશન્સ કોર્ટે જામીન ફગાવતા હાઇકોર્ટમાં અરજી કરી. ત્યારે હાઇકોર્ટે 10 હજારના બોન્ડ પર શરતી જામીન મંજુર કર્યા છે. સાથે જ કોર્ટે નોંધ્યું કે, ગુનાકીય માનસિકતા નહીં, નિરાશામાંથી થયેલું કૃત્ય છે. પુત્રની નશાખોરી અને ઝઘડાઓથી પિતા હતાશ હતા.પિતા પુત્રના વર્તનથી કંટાળી ગયા હશે, જેથી આ ગુનો બન્યો હશે
હાઈકોર્ટે વૃદ્ધ પિતાને જામીન આપતા કહ્યું કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આરોપી અને તેનો મૃત પુત્ર અમદાવાદમાં રહેતા હતા, જ્યારે બાકીનો પરિવાર વિદેશમાં સ્થાયી થયેલો છે. પિતાએ પુત્રને ટેકો આપવા ભારતમાં રહેવાનું પસંદ કર્યું, પરંતુ પુત્ર ડ્રગ્સ અને દારૂની લતમાં ફસાઈ ગયો, બેરોજગાર રહ્યો અને પિતા પાસેથી વારંવાર પૈસા માગતો હતો. પડોશીઓના નિવેદનોમાં સામે આવ્યું કે ઘરમાંથી રાત્રે ઝઘડાના અવાજો સંભળાતા હતા. રેકોર્ડની તપાસ બાદ કોર્ટે નિષ્કર્ષ કાઢ્યો કે પિતા પુત્રના વર્તનથી કંટાળી ગયા હશે અને તેને ખતમ કરવાનો નિર્ણય લીધો, જેનાથી આ ગુનો બન્યો.
આ કેસમાં ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ સુનાવણી કરી હતી. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે, અરજદાર તરફથી કરાયેલું કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ નિરાશાના કારણે આચરવામાં આવેલું કૃત્ય જણાય છે. અરજદાર 64 વર્ષનો છે અને જુલાઈ 2022થી કસ્ટડીમાં છે. આ કૃત્ય અરજદારની ગુનાહિત માનસિકતાનું પરિણામ હોય તેવું લાગતું નથી. આ પાસાં તેમજ કેસનાં તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતાં અરજી પર વિચાર કરી શકાય એમ છે.અમદાવાદમાં 17 જુલાઈની તારીખે રાતે પિતા નિલેશ જોશીએ પોતાના 21 વર્ષિય પુત્ર સ્વયંમની કરપીણ હત્યા કરી. હત્યાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહના ટુકડા કરી વાસણા, એલિસબ્રિજ અને જીએમડીસી મેદાન ખાતે નાંખી દીધા હતા.
જોકે પિતા નિલેશ જોશી નેપાળ ભાગે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો અને હત્યાની અધુરી કડીઓ જોડાઈ ગઈ. ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાને હત્યા વિશે પૂછપરછ કરતા આરોપીને પોતાના જ પુત્રની હત્યાનો કોઈ પસ્તાવો ન હતો તેવુ જણાવ્યું. પિતાએ પોલીસ નિવેદનમાં કહ્યું હતું કે, પુત્રએ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. જ્યારે તે નશો કરી ઘરે આવતો ત્યારે તે ધમકી આપતો હતો કે તારી લાશના ટુકડા કરી નાંખી દઈશ. માટે પુત્ર જે કરવાનો હતો તે જ ઘટનાને પિતાએ અંજામ આપી. હત્યા બાદ પિતાએ જ તેના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ નાંખી દીધા હતા.
આ પણ વાંચો:ચીન દ્ધારા બનાવવામાં આવેલો આ પુલ ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પર છેઃસરકાર
આ પણ વાંચો:ગેરકાયદેસર રેતી ખનન માફિયા પર ફ્લાઇગ સ્કોઉડના દરોડા
આ પણ વાંચો:હવે નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડીને ગેરકાયદેસર રસ્તાઓ બનાવી શકાશે નહીં