Surat News : રીલમાં સીનસપાટા કરનારાઓ સામે પોલીસ હવે લાલ આંખ કરી છે. જેમાં રીલ મૂકી ધાક જમાવવાનો પ્રયાસ કરનારાઓ સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 300 લોકોને બોલાવી એકાઉન્ટ ડિલિટ કરાવ્યા છે. સુરત શહેર પોલીસે રિલબાજ અસામાજિક તત્વોના 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા છે. અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં રીલ બનાવી લોકો દહેશત ઉભી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયા પર વોચ રાખી હતી.
પોલીસેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચપ્પુ સહિત લોકોમાં દહેશત ફેલાઈ તેવી રીલ મળી આવી હતી. પોલીસે રિલબાજ અસામાજિકને પકડી પાડી પોલીસ મથકે લાવી હતી.પોલીસે રિલબાજ અસામાજિક તત્વ વિરુદ્ધ ગુનો નોંધી તેમના 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા છે. પોલીસની આ કાર્યવાહી જોઈ લોકોમાં ભય ફેલાવનાર અસામાજિક તત્વોમાં જ હવે ભય ઊભો થયો છે. આવા અસામાજિક તત્વો પોલીસ કાર્યવાહીથી બચવા જાતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરતા થયા છે.
હાલ પણ પોલીસ રિલબાજ અસામાજિક તત્વઓ પર બાજ નજર રાખી રહી છે.ડીજીપી વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ગુજરાતભરમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસે એક તરફ બુલડોઝર એક્શનની કાર્યવાહી કરી, તો બીજી બાજુ સુરત શહેરમાં એવા લોકો, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતાની છાપ માથાભારે બતાવવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈગીરી, દાદાગીરી અને ગુંડાગર્દી દર્શાવતી રીલ મૂકી પોતાને ડોન હોય તેવી છબી ઊભી કરી રહ્યા હતા.
તેમની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક-એક કરીને આવા તમામ અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા હતા. તેમને સમજાવવામાં આવ્યું કે તેઓ રીલમાં ભાઈગીરીની ગતિવિધિ છોડી દે અને પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દે. આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના એક્શન બાદ રીલમાં ભાઈગીરી કરનાર 300થી વધુ ઈસમોએ ક્રાઈમ બ્રાન્ચની અંદર જ પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું.ગોલ્ડન કિંગ સહિત અનેક એવા ઈસમો હતા.
જેઓ સોશિયલ મીડિયા પર પોતાની છબી ‘શહેરના મોટાભાઈ’ તરીકે બનાવી રહ્યા હતા. તેમના પર મારામારી, સત્યની શોધ જેવી વિવિધ ફરિયાદો પણ નોંધાઈ હતી. આ લોકો એક બાજુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. તો બીજી બાજુ ફોલોઅર્સ વધારવા અને સમાજમાં ‘ભાઈ’ તરીકેની છબી બનાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. રીલ માધ્યમથી તેઓ દર્શાવવા માંગતા હતા કે તેઓ શહેરના મોટા ડોન છે. જેને કારણે સુરત પોલીસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે ડીજીપીના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, જે લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને ‘ભાઈ’ તરીકે દર્શાવતા હતા અને રીલ મૂકતા હતા, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને સમજાવવામાં આવ્યું હતું. પોલીસના સમજાવ્યા બાદ, તેઓએ પોલીસની જ હાજરીમાં પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કર્યું છે.
પોલીસની હાજરીમાં આવા 300 જેટલા લોકોએ પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યા છે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, “આ અસામાજિક તત્વો પર અમે ખાસ નજર રાખી રહ્યા છીએ. જે લોકો રીલ બનાવીને પોતાને ‘ભાઈ’ તરીકે ઓળખાવવા માંગે છે અને એમાંથી જેમણે પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યું છે. તેમની પર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ બંને વિભાગ સતત નજર રાખી રહ્યા છે.”
આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આપઘાતનો બનાવ
આ પણ વાંચો:રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા
આ પણ વાંચો:બનાસકાંઠામાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત
