Dahod News/ ઝાલોદમાં માતા અને બે માસૂમ દીકરીઓના કરુણ મોત, કૂવામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા

દાહોદના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં 23 વર્ષીય માતા અને તેની બે નાની દીકરીઓના કૂવામાં ઝંપલાવવાથી મોત (Mother and Children Death) થયા. ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા, પોલીસે તપાસ શરૂ કરી.

Gujarat Top Stories Others Breaking News
Mother and Children Death: બે માસૂમ દીકરીઓ સાથે માતાનું મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ

Dahod News: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. 23 વર્ષીય પરિણીત મહિલાએ પોતાની બે નાની દીકરીઓ સાથે ગામના કૂવામાં ઝંપલાવ્યાની ઘટના બાદ ત્રણેયના મોત (Mother and Children Death) થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.

Mother and Children Death:બે માસૂમ દીકરીઓ સાથે માતાનું મોત

પ્રાથમિક માહિતી અનુસાર, 16 જુલાઈની રાત્રે અનવરપુરા ગામની રહેવાસી સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ પોતાની ત્રણ વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાની માહિતી સ્થાનિક લોકોને મળતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ ઝાલોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. શરૂઆતમાં મહિલાનો અને એક બાળકીનો મૃતદેહ (Mother and Children Death) બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ શોધખોળ દરમિયાન બીજી બાળકીનો મૃતદેહ પણ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઘટનાના પગલે પરિવારજનો અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

હાલમાં મહિલાએ આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા અકસ્માત મોત (Mother and Children Death)નો ગુનો નોંધી પરિવારજનોના નિવેદનો, ઘટનાસ્થળના પુરાવા અને અન્ય પરિસ્થિતિઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં દાટી દીધી, 34 વર્ષ બાદ રહસ્ય: ફિલ્મી ખુલાસા બાદ 2 ની ધરપકડ

આ પણ વાંચો:મોતનું રહસ્ય ગૂંચવાયું! જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી