નિધન/ ગોંડલ પીજીવીસીએલના ઇન્કવાયરી ઓફિસરનું કોરોનાના કારણે નિધન

ગોંડલના ભગવતપરા માં રહેતા અને પીજીવીસીએલમાં ઇન્કવાયરી ઓફિસર તરીકે ફરજ બજાવતાં આશાસ્પદ યુવાનનું કોરોનાના

Gujarat

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

ગોંડલના ભગવતપરા માં રહેતા અને પીજીવીસીએલમાં ઇન્કવાયરી ઓફિસર તરીકે ફરજ બજાવતાં આશાસ્પદ યુવાનનું કોરોનાના કારણે નિધન થતાં પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે. બે વર્ષ પહેલા બહેને કિડનીનું દાન આપી જીવન બક્ષ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ભગવત પરામાં રહેતા મનસુખભાઇ પાતર કોરોના સંક્રમિત થતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનો નિધન થતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો.અને પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટમાં પણ તેમની ખોટ પડી જવા પામી હતી.

બનાવ અંગે મનસુખભાઈના ભાઈ એડવોકેટ દિનેશભાઈ પાતરે જણાવ્યું હતું કે મનસુખભાઈને બે વર્ષ પહેલાં કિડનીની બિમારી થતા બહેન ગીતાબેને કિડનીનું દાન આપ્યું હતું.કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ મનસુખભાઈ દ્વારા આશરે બે વર્ષમાં એક પણ રજા પાડવામાં આવી ન હતી,અને ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા હતા.ફરજ દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા તેઓના અકાળે નિધનથી ત્રણ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે બહોળો મિત્રવર્ગ અને સગા સ્નેહીઓ ધરાવતા મનસુખભાઈ ઓચિંતી વિદાય થી સહ કર્મચારીઓ સહિત પરિવારજનો દુઃખી બન્યા હતા.