Gujarat election 2022 લઈને કોંગ્રેસની તૈયારીઓ વેગવંતી બની છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી (Rahul Gandhi) 22 નવેમ્બરે ગુજરાત આવશે અને તે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) અમરેલી (Amreli) અને વાંસદામાં (Vansada) જનસભા કરશે. રાહુલ ગાંધી 22 નવેમ્બરના રોજ પ્રચાર કરશે. આ કાર્યક્રમમાં ટોચના અગ્રણી નેતાઓ પણ હાજરી આપશે. રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રાને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. તે આ યાત્રામાંથી થોડો વિરામ લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા આવશે.
ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ રહ્યુ હતુ અને સૌરાષ્ટ્રે કોંગ્રેસને ખોબે-ખોબે ભરીને મત આપ્યા હતા. આ વખતે જો કે ગયા વખત જેવો માહોલ નથી પણ કોંગ્રેસને આપ તરફથી વધારે ટક્કર મળી રહી હોવાનું મનાય છે. તેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લાંબા સમય પછી ત્રિપાંખિયો જંગ છે. અસ્તિત્વ જાળવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસને હવે ભાજપ ઉપરાંત આપ તરફથી પણ ભારે ટક્કર મળી રહી છે ત્યારે રાહુલ ગાંધીની હાજરી જરૂરી બની જાય છે.
