Banaskantha News/ વાવ-થરાદમાં ઐતિહાસિક દિવસ! CM ભૂપેન્દ્ર પટેલે દુધવા GIDCનું કર્યું ભૂમિપૂજન

Vav Tharad જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુધવા GIDCનું ભૂમિપૂજન કર્યું. 99.23 એકરમાં સ્થપાનારી આ વસાહતથી રોજગારી વધશે.

Top Stories Gujarat Others
Vav Tharad

Dudhwa GIDC Vav Tharad Bhumi Pujan: ગુજરાતના સરહદી વિસ્તાર અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા માટે 77મું પ્રજાસત્તાક પર્વ અનેક ભેટ લઈને આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 99.23 એકર જમીન પર સાકાર થનારી નવી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે જ સરહદી વિસ્તારમાં આર્થિક ક્રાંતિના નવા દ્વાર ખુલ્યા છે.

Vav Tharad

વોકલ ફોર લોકલ અને રોજગારીને મળશે વેગ

ભૂમિપૂજનના અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે. દુધવા ખાતે નવી GIDC શરૂ થવાથી સ્થાનિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન (Value Addition) થશે. આ પ્રોજેક્ટથી સરહદી વિસ્તારના યુવાનોને ઘર આંગણે રોજગારી મળશે અને વડાપ્રધાનનો ‘વોકલ ફોર લોકલ’નો ધ્યેય ચરિતાર્થ થશે.

નવો જિલ્લો વિકાસની હરોળમાં આવશે: CM

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, નવો રચાયેલો વાવ-થરાદ જિલ્લો અન્ય વિકસિત જિલ્લાઓની હરોળમાં ઝડપભેર આવે તે માટે સરકાર રોડ-રસ્તા, પાણી અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ માટે કાર્યરત છે. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અને જળ સંગ્રહ માટેના ‘કેચ ધ રેઈન’ અભિયાનનો ઉલ્લેખ કરી તેમણે ભવિષ્યની પેઢી માટે પાણીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Vav Tharad

ખેડૂતોની આવક બમણી થશે: શંકરભાઈ ચૌધરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ વિસ્તારનો મહેનતુ ખેડૂત દાડમ અને અન્ય પાકોનું વિપુલ ઉત્પાદન કરે છે. અત્યાર સુધી પ્રોસેસિંગ માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે અહીં જ GIDC બનવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. પ્રથમ તબક્કા માટે ₹15 થી 16 કરોડના વિકાસકામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કલેકટર કોન્ફરન્સ સંપન્ન

આ પણ વાંચો:સોમનાથના આંગણે પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું ભાવભીનું સન્માન કર્યું

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા વર્ષની વિકાસભરી શરૂઆત