sports news/ બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનનો વારો? T20 વર્લ્ડ કપ બૉયકોટની ધમકી પર ICC લાલઘૂમ, આપી દીધી સૌથી મોટી ચેતવણી

“T20 વર્લ્ડ કપ બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાન (Pakistan) મુસીબતમાં મુકાયું છે. ICC એ PCB ને કડક ચેતવણી આપી છે કે જો તેઓ વર્લ્ડ કપ નહીં રમે તો તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બાકાત કરી દેવામાં આવશે. એટલું જ નહીં, PSL માં પણ વિદેશી ખેલાડીઓને NOC નહીં મળે. બાંગ્લાદેશને બહાર કર્યા બાદ ICC હવે પાકિસ્તાન સામે પણ લાલઘૂમ છે.”

Trending Sports
Pakistan

ICC Action on Pakistan: બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કર્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને જ્યારે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી, ત્યારે તેમને એમ હતું કે ICC નમી જશે. પરંતુ થયું તેનાથી વિપરીત.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC એ પાકિસ્તાન (Pakistan) ને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. જો પાકિસ્તાન પોતાની જીદ પર અડગ રહ્યું, તો તેને વિશ્વ ક્રિકેટના નકશા પરથી ભૂંસી નાખવામાં આવી શકે છે.

Pakistan

 ICC ની ખુલ્લી ચેતવણી: “ક્રિકેટમાંથી આઉટ કરી દઈશું”

અહેવાલો મુજબ, ICC એ PCB ને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું છે.

ગંભીર પરિણામો: ICC એ કહ્યું છે કે વર્લ્ડ કપ ન રમવાનું વલણ પાકિસ્તાનને ભારે પડશે. જો પાકિસ્તાન પીછેહઠ કરશે તો તેને ક્રિકેટની દુનિયામાંથી સંપૂર્ણપણે બાકાત (Isolate) કરી દેવામાં આવશે.

દ્વિપક્ષીય સીરીઝ બંધ: અન્ય કોઈ પણ દેશ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમી શકશે નહીં.

એશિયા કપ પર પ્રતિબંધ: પાકિસ્તાનને આગામી એશિયા કપમાંથી પણ રદબાતલ કરવામાં આવશે.

PSL ને ફટકો: સૌથી મોટો ફટકો પાકિસ્તાન સુપર લીગ (PSL) ને પડશે. ICC એ ચીમકી આપી છે કે કોઈપણ વિદેશી ખેલાડીને PSL માં રમવા માટે તેમના હોમ બોર્ડ તરફથી NOC (અનાપત્તિ પ્રમાણપત્ર) મળશે નહીં. એટલે કે PSL બંધ થવાના આરે આવી જશે.

Pakistan

મોહસિન નકવીનું અહંકારી નિવેદન

આ મામલો ત્યારે વકર્યો જ્યારે PCB ચીફ મોહસિન નકવીએ લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધત વલણ અપનાવ્યું.

શું કહ્યું નકવીએ?: “અમારા પીએમ શાહબાઝ શરીફ વિદેશ પ્રવાસે છે. તેઓ આવ્યા બાદ અમે નક્કી કરીશું. જો સરકાર ના પાડશે તો અમે નહીં રમીએ. ICC ભલે પછી 22મી ટીમને (અન્ય કોઈ ટીમને) બોલાવી લે.”

ICC એ નકવીના આ ‘કેર-ફ્રી’ એટીટ્યુડને ગંભીરતાથી લીધું છે અને કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

Pakistan

બાંગ્લાદેશ જેવી હાલત થશે?

આ માત્ર કોરી ધમકી નથી, કારણ કે ICC એ બાંગ્લાદેશના કેસમાં દાખલો બેસાડી દીધો છે.

વોટિંગમાં હાર: બાંગ્લાદેશને બહાર કરવા માટે થયેલા વોટિંગમાં પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ એકલા પડી ગયા હતા. તેમની વિરુદ્ધમાં 14 મત પડ્યા હતા જ્યારે તરફેણમાં માત્ર 2 મત મળ્યા હતા.

રિપ્લેસમેન્ટ: બાંગ્લાદેશની જીદને કારણે તેને બહાર કરીને સ્કોટલેન્ડને એન્ટ્રી આપી દેવામાં આવી છે. હવે જો પાકિસ્તાન નહીં માને તો તેનો પણ આ જ અંજામ આવી શકે છે.

Pakistan

પાકિસ્તાન ક્રિકેટનું અસ્તિત્વ જોખમમાં (Pakistan) 

નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન હાલ આર્થિક અને રમતગમત બંને રીતે નાજુક સ્થિતિમાં છે.

જો ICC પ્રતિબંધ મૂકશે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આવકનું કોઈ સાધન રહેશે નહીં. બાંગ્લાદેશનો કિસ્સો જોયા બાદ એ સ્પષ્ટ છે કે ICC હવે કોઈની પણ “બ્લેકમેઈલિંગ” ચલાવી લેવાના મૂડમાં નથી.

હવે દડો પાકિસ્તાન (Pakistan) ની કોર્ટમાં છે. જો તેઓ અહંકાર છોડીને વર્લ્ડ કપ રમશે તો બચી જશે, નહીંતર પાકિસ્તાન ક્રિકેટને ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ જવું પડશે.


આ પણ વાંચો: 37 વર્ષની ઉંમરે વિરાટ કોહલી ફરી બન્યો વન-ડેનો ‘કિંગ’, જુઓ ICC નું નવું લિસ્ટ

આ પણ વાંચો: કોણ છે આ ‘છોટા ચીકુ’? વિરાટ કોહલી પણ પોતાના જેવા દેખાતા બાળકને જોઈને ચોંકી ગયો! કહ્યું- ‘ મારો ડુપ્લિકેટ’

આ પણ વાંચો: Virat Kohli આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારામાં બીજા ક્રમે