Today Special/ 8 કલાક કામ…8 કલાક મનોરંજન…8 કલાક આરામ…આજે ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’…

અગાઉ લોકોને દિવસના 12 થી 16 કલાક સુધી કામ કરવું એક સામાન્ય બાબત હતી! 1 મેના દિવસે ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’ (International Labour day 2026) સંઘર્ષ…

Trending Lifestyle
International Labour day 2026, અધિકાર, સન્માન, કામ, કિસાન મજદૂર સંગઠન

Today Special: વિશ્વભરમાં 1 મેના દિવસે ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’ (International Labour day 2026, 1 May) મનાવવામાં આવે છે. દુનિયાભરના શ્રમિકોના ઐતિહાસિક સંઘર્ષો અને પ્રયાસોને આ દિવસ શ્રદ્ધાંજલિ સ્વરુપ છે.

ભારતમાં પણ આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના રુપે મનાવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક સ્તરે આઠ કલાકના કાર્યદિવસ (Standard Working Day) અને નિષ્પક્ષ શ્રમ પ્રથાઓ માટે થયેલા આંદોલનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. શ્રમિક દિવસ સામાજીક અને આર્થિક પ્રગતિમાં કાર્યબળના યોગદાનને માન્યતા આપવાનો એક મહત્વપૂર્ણ અવસર બની ચૂક્યો છે. ભલે ને પછી એ વર્ષ 1886માં હેમાર્કેટ કાંડના વૈશ્વિક વારસાનું સન્માન કરવાનો હોય કે ભારતમાં ચેન્નાઈ માં વર્ષ 1923માં શરુ થયેલા આંદોલનની શરુઆત હોય!

વર્ષ 2026માં આ વિશેષ દિવસ અથવા મે દિવસનું લક્ષ્ય આધુનિક પડકારોની તરફ સ્થાનાંતરિત થઇ ગયું છે જેમાં ડિજિટલ યુગમાં માનસિક સ્વાસ્થ્ય અને હરિત અર્થવ્યવસ્થા (Mental Health & Green Economy)માં સામાજીક ન્યાય પણ સામેલ છે જેમાં ઉચિત વેતન, સુરક્ષિત પરિસ્થિતિઓ અને 8 કલાકના સ્ટાન્ડર્ડ કાર્યદિવસ માટે કરવામાં આવેલા કઠિન સંઘર્ષોની સ્મૃતિ સમાન આ દિવસ છે.

International Labour day 2026, અધિકાર, સન્માન, કામ, કિસાન મજદૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Labour day 2026)ની તારીખ

મજૂર દિવસ તરીકે ઓળખાતા આ વિશેષ દિવસને દુનિયાના વિભિન્ન ભાગોમાં અલગ-અલગ તારીખે મનાવાય છે. જે પૈકી, ભારત, ચીન, બ્રિટન, યૂરોપ અને આફ્રિકા સહિતના મોટાભાગના દેશોમાં એને 1 મે ના દિવસે મનાવાય છે.

જ્યારે ઉત્તર અમેરિકામાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડામાં એને 7 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

International Labour day 2026, અધિકાર, સન્માન, કામ, કિસાન મજદૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ 2026ની થીમ (Theme)

આ વિશેષ દિવસની થીમ છે,

“Ensuring A Healthy Psychosocial Working Environment”

અર્થાત્

“સ્વસ્થ મનોસામાજિક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવું”

International Labour day 2026, અધિકાર, સન્માન, કામ, કિસાન મજદૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસનો ઇતિહાસ (History)

આ દિવસની ઉત્પત્તિ 19મી શતાબ્દીના મજૂર આંદોલન સાથે જોડાયેલી છે. આ અંગેના કાયદાઓના અસ્તિત્વ અગાઉ લોકોને અસુરક્ષિત પરિસ્થિતિઓમાં દિવસના 12 થી 16 કલાક સુધી કામ કરવું એક સામાન્ય બાબત હતી!

8 કલાક કામ…8 કલાક મનોરંજન…8 કલાક આરામ

આ દિવસની મૂળ માગણીઓ તદ્દન સરળ હતી જે શ્રમિકોના શોષણ (Exploitation of Labour)ને અટકાવવાની દિશામાં એક પહેલ સમાન હતી! એમાં 8 કલાકનો કાર્ય સમય રાખવાની માગણી હતી જે વાજબી પણ હતી. એમાં બાકીના 16 કલાકમાંથી 8 કલાક પોતાના માટે અને મનોરંજન માટે તથા 8 કલાક આરામ માટે ફાળવવાનો વિચાર હતો જે Work Life Balance માટે આવશ્યક હોય છે.

વર્ષ 1886માં બનેલા આ હેમાર્કેટ પ્રકરણનો ઇતિહાસ જોઇએ તો, શિકાગોમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે આઠ કલાકના કાર્યદિવસની માગણી અંગે શાંતિપૂર્ણ હડતાળ હિંસક ઝપાઝપીમાં પરિવર્તિત થઇ ગયું. આના પરિણામ સ્વરુપે, વર્ષ 1889 માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલન દ્વારા આ ઘટનાની સ્મૃતિમાં 1 મેના દિવસે અવકાશ ઘોષિત કરવામાં આવ્યો.

International Labour day 2026, અધિકાર, સન્માન, કામ, કિસાન મજદૂર સંગઠન

ભારતનો પ્રથમ શ્રમિક દિવસ

ભારત (India)માં પ્રથમ વાર 1 મે, 1923 ના રોજ ચેન્નઇ (તત્કાલીન મદ્રાસ)માં મનાવવામાં આવ્યો હતો જેનું આયોજન હિન્દુસ્તાનની ‘મજદૂર કિસાન પાર્ટી’ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વૈશ્વિક સ્તરે 1 મેના રોજ મનાવવામાં આવતો આ શ્રમિક દિવસ મજૂરોના ઉચિત કાર્ય પરિસ્થિતિઓ તથા 8 કલાકના કાર્યદિવસ માટે કરાયેલા અનેક સંઘર્ષોનું સન્માન કરે છે. આ વર્ષનો વિષય છે, “સ્વસ્થ મનોસામાજિક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવું”…જે આજના આધુનિક સમયમાં કાર્યસ્થળ પર મનોસામાજીક કલ્યાણ, સામાજીક ન્યાય અને જળવાયુ પરિવર્તન સંલગ્ન કાર્યવાહી પર કેન્દ્રિત કરવામાં આવ્યો છે.

અંતે નિષ્કર્ષ એ જ છે કે, આ વિશેષ દિવસ શ્રમિકોને એમના અધિકાર (Rights), એમના યોગદાનનું સન્માન અને કામના સુરક્ષિત કલાકો જેમ કે 8 કલાકનો કાર્ય સમય સુનિશ્ચિત કરવા સાથે એમને ઉચિત વેતન મળે એ વિશે જાગૃતિવર્ધન કરવાનું છે.


આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!