દેશમાં એવા અનેક દંપતીઓ છે કે, જેઓને સંતાન પ્રાપ્તિ ન થતા તેઓ પોતાના સંતાન તરીકે અન્ય બાળકોને દત્તક લેતા હોય છે, પરંતુ તમે એવું નહિ જાણ્યું હોય કે, કોઈ દંપતી ગાયના વાછરડાને દત્તક લીધું હોય. પરંતુ આ એક હકીકત છે.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક એવો મહત્વનો કિસ્સો સામે આવ્યો છે કે, તે જાણીને તમે પણ ખુશ થઇ જશો. આ કિસ્સાની વાત કરીએ તો, શાહજહાંપુરમાંરહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને 15 વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્તક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.
આ સમારોહમાં મુંડન માટે લાલટુબાબાને ગોમતી નદીને કિનારે લઈ જવાયો હતો, જ્યાં પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિથી તેની મુંડનવિધિ કરી એનાં માતા-પિતાને આશીર્વાદ આપ્યા હતા. આ મુંડન-સમારોહમાં આસપાસના ગામના લોકોએ હાજરી આપી લાલટુબાબાને ભેટ અને આશીર્વાદ આપ્યા હતા.
વિજયપાલ જણાવે છે કે મેં હંમેશાં લાલટુબાબાનો ઉછેર મારા દીકરાની જેમ જ કર્યો હતો. મારા પિતાના મૃત્યુ અને બહેનોનાં લગ્ન પછી હું ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો, ત્યારબાદ હું એ ગાય મૃત્યુ પામતાં અમે એના વાછરડાને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.\
આ પણ વાંચો : સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી
આ પણ વાંચો : ‘બેબી કોહલી’નું ઓસ્ટ્રેલિયામાં કરશે સ્વાગત, બ્રેટ લીએ આપ્યું વિરાટ-અનુષ્કાને આમંત્રણ
આ પણ વાંચો : ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSLએ રીકવર કર્યો અધધધ ડેટા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
