Sports Updates News : નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય બેડમિન્ટન(Badminton) સ્ટાર્સે પોતાનો દબદબો બતાવ્યો છે. ભારતીય શટલર્સ પી.વી. સિંધુ (P.V. Sindhu)અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચોમાં જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
P.V. Sindhu ની આક્રમક રમત
મહિલા સિંગલ્સની રોમાંચક મેચમાં 9 મી ક્રમાંકિત પી.વી. સિંધુએ કેનેડાની ઝાંગ વેન્યુ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિંધુએ માત્ર 34 મિનિટમાં જ 21-16, 21-17 થી આ મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.
પહેલી ગેમ: સિંધુએ શરૂઆતથી જ આક્રમક (Aggressive)વલણ અપનાવી સતત 4 પોઈન્ટ્સની લીડ મેળવી હતી અને ઇન્ટરવલ બાદ 16 મિનિટમાં 21-16 થી ગેમ જીતી લીધી હતી.
બીજી ગેમ: ઝાંગે મુકાબલો 9-9 કરી ઇન્ટરવલ સુધી 11-9 ની બઢત મેળવી લીધી હતી. પરંતુ બ્રેક પછી અનુભવી સિંધુએ સળંગ 5 પોઈન્ટ્સ મેળવીને મેચ 21-17 થી પોતાની ઝોળીમાં નાખી દીધી હતી.

આગામી મુકાબલો
ક્વાર્ટર ફાઇનલ (Quarter-final)ની રેસમાં હવે પી.વી. સિંધુનો સામનો ચીનની દબંગ 3 જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે મલેશિયાની લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને આગળનું સ્થાન મેળવ્યું છે, તેથી આ મેચ અત્યંત રોમાંચક બની રહેશે.
મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીનો વન-સાઇડેડ ધમાકો
બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતનો આયુષ શેટ્ટી છવાયેલો રહ્યો હતો. આયુષે શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મેચમાં 21-8, 21-10 ના વિશાળ માર્જિનથી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રબળ દાવેદારી નોંધાવી છે.
આ પણ વાંચો :India vs Pakistan Hockey World Cup: 16 વર્ષ બાદ જંગ, ભારતની શાનદાર 5-3 જીતથી પાકિસ્તાન બહાર
આ પણ વાંચો :IND vs SL: ઋષભ પંતે ગૉલ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, 100 ટેસ્ટ સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય
આ પણ વાંચો :Arjuna Award 2026: 17 ખેલાડીઓનું સન્માન, એક પણ ક્રિકેટર નહીં!
