બિગ બોસ-13 ફેમ શહનાઝ ગિલના પિતા ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, શહનાઝના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ ફોન કોલ દ્વારા શહનાઝના પિતા સંતોખ સિંહને દિવાળી પહેલા મારી નાખવાની ધમકી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોન કરનાર યુવકે પહેલા સંતોખ સિંહ સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી કહ્યું કે તે દિવાળી પહેલા તેના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. જે બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી.
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંતોખ સિંહ 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 25 ડિસેમ્બરે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને આરોપીઓએ સંતોખ પર ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ તે ભાગી છૂટ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે એટલે જ કેજરીવાલજી પર રોજ નવા-નવા આરોપો લગાવે છે : ગુલાબસિંહ યાદવ
આ પણ વાંચો:સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ
