Today Special/ કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!

વર્ષ 1995માં પ્રથમ વાર યૂનેસ્કો દ્વારા 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક દિવસ’ (World Book And Copyright Day 2026)ની જનરલ કોન્ફરન્સમાં ઘોષણા કરવામાં આવી હતી…

Trending Lifestyle
World Book And Copyright Day 2026, પુસ્તકોનુ વાચન, જ્ઞાન, સંસ્કૃતિ, UNESCO

Today Special: પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના સેતુના સ્વરુપે પુસ્તકો કેટલા શક્તિશાળી માધ્યમ છે એ દર્શાવવા માટે 23 એપ્રિલે યૂનેસ્કો દ્વારા ‘વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ’ (World Book And Copyright Day 2026) મનાવવામાં આવે છે.

પુસ્તકો એક એવી બારી છે જે આપણને એક અલગ જ વિશ્વમાં વિહરવાની તક આપે છે….એના દરેક પાને નવા લોકો, નવી સંસ્કૃતિ અને નવીન વિચારોથી આપણે અવગત થઇએ છીએ. પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના સેતુના સ્વરુપે આ પુસ્તકો કેટલા શક્તિશાળી માધ્યમ છે એ દર્શાવવા માટે 23 એપ્રિલે યૂનેસ્કો દ્વારા ‘વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ’ મનાવવામાં આવે છે.

પુસ્તકો જ્ઞાન (Knowledge)ના ભંડાર છે અને એનાથી આપણને અનેકવિધ પ્રકારની અવનવી જાણકારી પ્રાપ્ત થાય છે. પુસ્તક વિના જીવન સરળ નથી હોતું!

World Book And Copyright Day 2026, પુસ્તકોનુ વાચન, જ્ઞાન, સંસ્કૃતિ, UNESCO

‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે’નો ઇતિહાસ (History of World Book Day)

વિશ્વભરના મહાન લેખકો અને સાહિત્યકારોને સન્માન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 23 એપ્રિલનો દિવસ ‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે’ના રુપમાં જાહેર કરવામાં આવ્યો છે.

આ જ દિવસે વિલિયમ શેક્સપિયર, મિગુએલ ડી સર્વાન્ટેસ અને જોસેફ પ્લા (Shakespeare, Miguel de Cervantes and Joseph Pla) જેવા મહાનતમ લેખકોની પુણ્યતિથિ છે તથા મેનુઅલ મેજીયા વૅલેઝો અને મૅરિસ ડ્રોન નો જન્મ દિવસ પણ છે. આ તમામ શબ્દોના સાધકોની જન્મજયંતિ અને મૃત્યુતિથિને ધ્યાનમાં રાખીને જ આ વિશેષ તિથિની ઘોષણા વિશ્વ પુસ્તક દિવસના સ્વરુપે કરવામાં આવી હતી.

વર્ષ 1995માં પ્રથમ વાર યૂનેસ્કો દ્વારા 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તથા ‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે’ ની જનરલ કોન્ફરન્સમાં ઘોષણા કરવામાં આવી હતી.

World Book And Copyright Day 2026, પુસ્તકોનુ વાચન, જ્ઞાન, સંસ્કૃતિ, UNESCO

‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે’ નો ઉદ્દેશ્ય

આ એક એવો આંતરરાષ્ટ્રીય ઉદ્દેશ્ય છે જે આ મૂળ હેતુઓને સમર્પિત છે.

1. વાચનની ટેવને પ્રોત્સાહન આપવું

2. પ્રકાશન અને સાહિત્યિક સંસ્કૃતિને ઉત્તેજન આપવું

3. કોપીરાઇટ અને બોદ્ધિક સંપત્તિ વિશે જાગૃતિ ફેલાવવી

4. તમામ વયના લોકો માટે પુસ્તકોને વધુ સુલભ કરાવવા

યૂનેસ્કો દ્વારા 26 ‘વિશ્વ પુસ્તક રાજધાની’ જાહેર કરાઇ

આ વિશેષ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે યૂનેસ્કો તથા પુસ્તક ઉદ્યોગના પ્રમુખ ક્ષેત્રો…પ્રકાશકો, પુસ્તક વિક્રેતાઓ અને પુસ્તકાલયોનું પ્રતિનિધિત્વ કરનારા આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા એક ‘વિશ્વ પુસ્તક રાજધાની’ (World Book Capital)ની પસંદગી પણ કરવામાં આવે છે. પસંદગી પામેલું શહેર યજમાન દેશ અને એની બહારના તમામ વયના લોકો અને સમાજના તમામ વર્ગ વચ્ચે પુસ્તકો અને વાચનને ઉત્તેજન મળે એવા પ્રયાસો કરે છે.

આજ સુધીમાં યૂનેસ્કો (UNESCO)એ વર્ષ 2001માં સ્પેનના મેડ્રિડ શહેર (Madrid, Spain)થી માંડીને હાલ વર્ષ 2026માં મોરોક્કો જેવા દેશના રબાત શહેર (Rabat ,Morocco) સુધી, અત્યાર લગી 26 ‘વિશ્વ પુસ્તક રાજધાની’ને નામાંકિત કરી છે!

World Book And Copyright Day 2026, પુસ્તકોનુ વાચન, જ્ઞાન, સંસ્કૃતિ, UNESCO

‘વિશ્વ પુસ્તક દિવસ 2026’ની થીમ (Theme of World Book And Copyright Day 2026)

‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે’ના અવસર પર લોકોને આકર્ષિત કરવા અને વાચન (Reading) પ્રત્યે એમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યૂનેસ્કો દ્વારા એક વિશેષ વિષયવસ્તુ પસંદ કરવામાં આવે છે. આ વિશેષ દિવસની આ વર્ષની થીમ છે….

‘Read Your Way’

અર્થાત્

‘તમારી રીતે વાંચો’

આ થીમ અંતર્ગત, ખાસ કરીને બાળકો અને યુવાપેઢીને એમની રસ-રુચિ અનુસાર વાંચવાની સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવામાં આવી છે.

World Book And Copyright Day 2026, પુસ્તકોનુ વાચન, જ્ઞાન, સંસ્કૃતિ, UNESCO

ભારતની શું સ્થિતિ છે?

ભારત (India)ની વાત કરીએ તો, આ દિવસે નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળો 2026 ‘ભારત મંડપમ્’ (Bharat Mandapam, New Delhi) ખાતે આયોજીત કરવામાં આવશે. જેનો હેતુ સાક્ષરતા અને શિક્ષણ સંસ્કૃતિને ઉત્તેજન આપવાનો રહેશે.

આ દિવસે શાળાઓમાં વાચન કાર્યક્રમોથી માંડીને પુસ્તકોના આદાન-પ્રદાન તથા વેશભૂષા દિવસ મનાવવા સુધી આ ખાસ દિવસ, તમામ વ્યક્તિઓને ભણતર અને વાચનના આનંદની અનુભૂતિ કરવા પ્રેરે છે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને વાચનારા તમામ વર્ગ માટે આ ખાસ દિવસ કોઈ સાહિત્યિક ઉત્સવ નથી, પરંતુ એ વાતની યાદ અપાવે છે કે, પુસ્તકોના વાચનથી જ નવા વિચારો, નવી સંસ્કૃતિઓ અને નવીન વિચારધારાના દ્વાર પ્રશસ્ત થઇ શકે છે!

અંતે નિષ્કર્ષ એ છે કે, પુસ્તકો જ્ઞાનના ભંડાર છે અને એનાથી આપણને અનેકવિધ પ્રકારની અવનવી જાણકારી પ્રાપ્ત થાય છે. પુસ્તક વિના જીવન સરળ નથી હોતું!


આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…

આ પણ વાંચો: લેન્ડમાઇન્સ અને યુદ્ધના વિસ્ફોટક અવશેષોનું તોળાઇ રહેલું વૈશ્વિક જોખમ…આજે 4 એપ્રિલ..’ઇન્ટરનેશનલ ડે ઑફ માઇન અવેરનેસ’…

આ પણ વાંચો: 43 વર્ષની લાંબી સફર…આપણા વડવાઓની સંસ્કૃતિ, ઇતિહાસ વિષયક જવાબદારીનો અહેસાસ…’વિશ્વ વારસા દિવસ’