Today Special/ આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…

ઓટિઝમ પ્રત્યે સમાજમાં સકારાત્મક વિચારધારા અને સમર્થન વધી શકે એ માટે ‘World Autism Awareness Day 2026’ દર વર્ષે 2 એપ્રિલના રોજ મનાવવામાં….

Trending Lifestyle
World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

Today Special: આજના સમયમાં પણ લોકોને ઓટિઝમ વિશે યોગ્ય જાણકારી નથી હોતી…આ અંગેની જાગૃતિ વધારવા માટે જ 2 એપ્રિલે ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ (World Autism Awareness Day 2026) મનાવવામાં આવે છે.

શું છે ઓટિઝમ ડિસઓર્ડર?

આજના વિજ્ઞાન અને આધુનિક યુગમાં પણ લોકો ઓટિઝમને કેવળ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) સાથે સંલગ્ન સમસ્યા જ માને છે જ્યારે હકીકત એ છે કે, આ એક ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર (Neurodevelopmental Disorder) છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (Autism Spectrum Disorder) એક ન્યૂરોડેવલપમેન્ટલ સ્થિતિ છે જે બાળકોની વાતચીત કરવાની ક્ષમતા, સામાજીક વ્યવહાર અને રોજીંદી પ્રવૃત્તિઓને પ્રભાવિત કરી શકે છે.

આ જ કારણે બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓ જુદી રીતે વિચારે છે, વાતચીતની લઢણ અલગ હોય છે અને એમની શીખવાની રીતભાત પણ જુદી જ હોય છે. યોગ્ય જાણકારીની કમીના લીધે સમાજમાં ઓટિઝમ (Autism)અંગે ભ્રાંતિઓ અને ગેરસમજણો સર્જાયેલી છે.

World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

કેટલીક વાર તો માતા-પિતા અને શિક્ષકો આ લક્ષણોને ઓળખી શકતા નથી અને એનાથી બાળકને સમયસર મદદ મળી શકતી નથી! આ જ કારણે બાળકો અને એમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાગૃતિ વધારવા અને સમાજમાં યોગ્ય જાણકારી ફેલાવવા માટે વૈશ્વિક સ્તરે ઓટિઝમ પ્રત્યે સજાગ થવાની જરુર છે. આ માટે વિશ્વભરમાં દર વર્ષે ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસના ઇતિહાસ, મહત્વ અને થીમ અંગે વિસ્તૃતપણે જાણીએ….

આ દિવસે દુનિયાભરમાં નીલી રોશની, જાગૃતિ અભિયાનો અને અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે જેથી ઓટિઝમ પ્રત્યે સમાજમાં સકારાત્મક વિચારધારા અને સમર્થન વધી શકે.

World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’નો ઇતિહાસ (World Autism Awareness Day History)

આ ખાસ દિવસના ઇતિહાસ અંગે જોઇએ તો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) દ્વારા વર્ષ 2007 માં આ દિવસને મનાવવાનું એલાન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ, આ ઓટિઝમ દિવસને સૌપ્રથમ વાર 2 એપ્રિલ 2008 ના રોજ મનાવવામાં આવ્યો હતો. એનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં ઓટિઝમ પ્રત્યે સમાજમાં સકારાત્મક વિચારધારા અને સમર્થનને પ્રોત્સાહિત કરવાનો છે.

‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ની થીમ શું છે? (World Autism Awareness Day 2026 Theme)

દર વર્ષે આ દિવસ અંગેની થીમ જુદી-જુદી હોય છે. આ વર્ષ 2026ના વિષયવસ્તુ વિશે વાત કરીએ તો આ વર્ષ 2026ની થીમ છે,

‘Autism and Humanity…Every Life has Value’

અર્થાત્

‘ઓટીઝમ અને માનવતા…દરેક જીવનનું મૂલ્ય છે’

આનો અર્થ છે કે, આપણા સમાવેશી માનવ ભવિષ્યના ભાગરુપે તમામ ઓટિસ્ટિક વ્યક્તિઓની ગરિમાને સમાજમાં સ્થાન આપવું જોઇએ.

World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

ઓટિઝમના લક્ષણો શા છે? (Autism Symptoms)

ઓટિઝમના સામાન્ય લક્ષણો જોઇએ તો વાત કરવામાં વાર લાગવી, અન્યોના ભાવને સમજવામાં મુશ્કેલી, વારંવાર સામાન્યત: સામાજના વ્યવહાર અને સમાજમાં થતી નોર્મલ વાતચીતમાં રુચિની કમી જેવા લક્ષણો સામેલ છે. આવા બાળકોમાં આંખોનો સંપર્ક ઓછો હોવો, એ ઉપરાંત કોઇ પણ વસ્તુ પર અત્યાધિક ધ્યાન આપવું અને સામાન્ય ગતિવિધિઓમાં પણ અસામાન્ય પ્રતિક્રિયાઓ આપવાનું સામેલ છે.

આ એક કોમ્પલેક્સ કન્ડિશન છે જેના લક્ષણો દરેક બાળકમાં જુદા-જુદા હોઇ શકે છે. ઓટિસ્ટિક બાળક (Autistic Child)ના લક્ષણો નિષ્ણાત તબીબના મતે આટલા ગણી શકાય.

World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

ઓટિઝમના લક્ષણો

1. સોશિયલ કોન્ટેક્ટમાં કમી

2. બાળક આંખથી આંખ નથી મેળવતું

3. એનું નામ બોલવા છતાં એ રિએક્ટ નથી કરતું

4. અન્યોના ચહેરાના હાવ-ભાવ સમજવામાં મુશ્કેલી થાય છે

5. વાતચીત કરવામાં મુશ્કેલી થાય છે

6. બીજા બાળકો સાથે રમવા કે હળવા-મળવામાં તકલીફ થાય છે

7. બોલવાનું શીખવામાં વાર લાગે છે કે પછી બિલકુલ બોલતું નથી

8. એક જ આદત અને વ્યવહારને વારંવાર રિપીટ કરે છે

9. કોઇ એક રમકડા કે વસ્તુથી હદથી વધુ લગાવ હોય છે

10 કેટલાક અવાજો, પ્રકાશ અથવા તો સ્પર્શથી વધારે સેન્સિટિવ થઇ જાય છે

11. માત્ર અમુક જ વસ્તુઓ ખાય છે અને અન્ય આહારને ખાવામાં સદંતર આનાકાની કરે છે

12. રુટિન બદલાય તો ચિડાઇ જાય છે અથવા તો હેરાન-પરેશાન રહે છે

13. હાથ ફડફડાવે છે, ફરવું અથવા એક જ વસ્તુને વારંવાર કર્યા કરે છે

World Autism Awareness Day 2026, 2 એપ્રિલ, ઓટીઝમના લક્ષણો, સ્પેશ્યલ શાળા, ઓટિસ્ટીક

બાળકમાં આ લક્ષણો દેખાય તો શું કરવુ?

જો બાળકમાં આવા લક્ષણો જણાય તો તરત જ એના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઇએ. સમયસર નિદાન અને થેરાપી (Diagnosis and Therapy) આપવાથી બાળકની સામાજીક, ભાષાકીય અને વ્યવહારિક ક્ષમતામાં સુધારો સંભવ છે. માતા-પિતા અને શિક્ષકોએ બાળકો સાથે ધૈર્યપૂર્વક કામ લેવું જોઇએ અને સકારાત્મક વાતાવરણ પ્રદાન કરવું જોઇએ. બસ, એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, જો બાળકોમાં લક્ષણો દેખાય છે તો એને પ્રેમપૂર્વક ધીરજ બંધાવવી કે, એને કોઇ મુશ્કેલી છે તો એનો જીવન પર શો પ્રભાવ પડશે અને એ વિશે સકારાત્મક વલણ અપનાવવું.

ઓટિઝમનો ઇલાજ શું છે?

આ એક આજીવન રહેનારી કંડિશન છે અને એનો કોઇ જ કાયમી ઇલાજ નથી. જો કે, શરુઆતમાં જ નિદાન અને જુદી-જુદી થેરાપી દ્વારા આવા બાળકોના જીવનને વધારે બહેતર બનાવી શકાય છે. વ્યવહારિક થેરાપી, એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ, ઓક્યુપેશનલ થેરાપી તથા સ્પેશ્યલ શાળામાં શિક્ષણ (Behavioral Therapy, Applied Behavior Analysis, Occupational Therapy and Special School Education) દ્વારા એમાં સુધારો લાવી શકાય છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, આવા ઓટિસ્ટિક બાળકોને પ્રેમથી સ્વીકારીને સહાનુભૂતિપૂર્વક મુખ્ય પ્રવાહમાં જોડવાની કોશિશ કરવી એ માતા-પિતા, શિક્ષકો અને આપણા સૌની સામાજીક ફરજ છે અને આ જ આ ખાસ દિવસનો સંદેશ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: આજે 30 માર્ચ…’ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ’…પર્યાવરણને કચરામુક્ત બનાવો…પૃથ્વી બચાવો…!

આ પણ વાંચો: ‘જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે’…22 માર્ચના રોજ પીવાના સ્વચ્છ પાણી અંગેની જાગૃતિ પહેલ ‘વર્લ્ડ વોટર ડે’…

આ પણ વાંચો: પોતાની ઓળખ સાથેનું સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર…31 માર્ચે ‘ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’ની ઉજવણી…