Today Special: વિશ્વભરમાં 30 માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ (International Day of Zero Waste 2026, 30th March ) મનાવવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ્ય છે કચરાનું ઓછું સર્જન કરવું અને વપરાયેલી વસ્તુઓને ફરીથી વપરાશમાં લેવી…
‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ (International Day of Zero Waste 2026)નો ઇતિહાસ
તમને જાણીને નવાઇ ઉપજશે કે દર વર્ષે, માનવજાત 2.1 અબજ થી 2.3 અબજ ટન જેટલો મ્યુનિસિપલ ઘન કચરો ઉત્પન્ન કરે છે!! પ્રતિ વર્ષ 30 માર્ચે ઉજવવામાં આવતો ‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ વૈશ્વિક સ્તરે કચરાના વ્યવસ્થાપનને મજબૂત બનાવવાના મહત્વ અને ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્નને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત, બંને પર પ્રકાશ પાડે છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, આ આંક વર્ષ 2050 સુધીમાં વધીને 3.88 બિલિયન ટન પ્રતિ વર્ષ થઈ શકે છે! આથી જ શૂન્ય અપશિષ્ટ અર્થાત્ શૂન્ય કચરાના વિચારને એક અભિયાન બનાવવા માટે 14 ડિસેમ્બર 2022ના રોજ યુએન મહાસભા (UN) દ્વારા ઔપચારિક રીતે 30 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ ના રુપમાં મનાવવાની ઘોષણા કરી હતી અને વર્ષ 2023 થી એ દર વર્ષે મનાવવામાં આવે છે.

રિડ્યૂસ…રિસાયકલ…રિયુઝ…RRR
આધુનિક જીવનશૈલી સાથે કચરાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પ્લાસ્ટિક, પેકેજિંગ અને વપરાશ પછી ફેંકી દેવામાં આવતી વસ્તુઓના કારણે પર્યાવરણ પર ભારે અસર પડી રહી છે. આ સમસ્યાનો ઉકેલ તરીકે વિશ્વભરમાં એક નવી વિચારધારા પ્રચલિત થઈ રહી છે…ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ…આ જીવનશૈલીનો હેતુ છે, કચરો ઓછો કરવો અને વસ્તુઓનો ફરીથી ઉપયોગ વધારવો.
એક પરિવાર બજારમાં ખરીદી કરવા જાય છે. પણ તેઓ પ્લાસ્ટિકની થેલી લેતા નથી. તેઓ પોતાના સાથે કાપડની થેલી અને સ્ટીલના ડબ્બા લઈને જાય છે. ઘરે પણ તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે છે અને કચરો અલગ અલગ રાખે છે. આ છે ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલનું એક ઉદાહરણ. જેમાં શક્ય તેટલો કચરો ઉત્પન્ન ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.
વિશ્વભરમાં દર વર્ષે અબજો ટન કચરો (Waste) ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિક કચરો પર્યાવરણ અને જળ માટે મોટી સમસ્યા બની ગયો છે. સમુદ્રોમાં પહોંચતું પ્લાસ્ટિક સમુદ્રી જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે. આથી વિશ્વભરમાં કચરો ઘટાડવા માટે ઝીરો વેસ્ટ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઝીરો વેસ્ટના મુખ્ય સિદ્ધાંતો
1. Reduce (ઓછું વાપરો)
2. Reuse (ફરીથી ઉપયોગ કરો)
3. Recycle (પુનઃપ્રક્રિયા કરો)

ભારતની શું સ્થિતિ છે?
ભારતમાં પણ કચરાની સમસ્યા વધી રહી છે. શહેરોમાં દરરોજ હજારો ટન કચરો ઉત્પન્ન થાય છે.
આથી ઘણા શહેરોમાં કચરાનું અલગકરણ, પ્લાસ્ટિક ઘટાડવાના અભિયાન અને રિસાયક્લિંગ પહેલ શરૂ કરવામાં આવી છે.
પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે, જો લોકો પોતાના ઘરમાંથી જ કચરો ઓછો કરે તો મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ 2026 ની થીમ
રિસર્ચ અનુસાર, 60 ટકા ખાદ્ય બગાડ અને કચરો લોકોના ઘરોમાં જ ઉત્પન્ન થાય છે.પ્રતિ વર્ષ 1 બિલિયન ટન ખાદ્ય ચીજવસ્તુઓ ફેંકી દેવામાં આવે છે જે માનવ અને પર્યાવરણ બંનેને અસર કરે છે!
‘આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ’ 2026 ની થીમ ખાદ્ય અપશિષ્ટ અર્થાત્ ખોરાકના બગાડ (Food Waste) પર કેન્દ્રિત છે.
આ દિવસનો ઉદ્દેશ્ય ભોજનની બરબાદી રોકવાનો અને ટકાઉ ઉપભોગને ઉત્તેજન આપવાનો અને કચરામુક્ત ભવિષ્ય સર્જન માટે ખાદ્ય પ્રણાલીઓમાં પરિવર્તન લાવવાનો છે. આ થીમ (Theme) છે…
‘શૂન્ય અપશિષ્ટ તમારી થાળીથી શરુ થાય છે’
અર્થાત્
‘Zero Waste Starts on Your Plate…’
ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવો
ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવવા માટે કેટલાક સરળ પગલાં લેવામાં આવી શકે છે.
1. પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી વાપરો
2. એક વખત વપરાશવાળી વસ્તુઓ ટાળો
3. ઘરનો ભેજવાળો કચરો ખાતરમાં ફેરવો
4. ફરી વાપરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરો
આવા નાના-નાના પગલાં પર્યાવરણને બચાવવામાં મોટો ફર્ક પાડી શકે છે.

પર્યાવરણ બચાવવા માટે શા પગલા લેવા ?
પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે, ઝીરો વેસ્ટ માત્ર એક વિચાર નથી પણ એક જવાબદારીપૂર્ણ જીવનશૈલી છે. જો દરેક વ્યક્તિ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અને કચરો અલગ અલગ રાખે તો પર્યાવરણને મોટી મદદ મળી શકે છે. ઝીરો વેસ્ટ અભિયાનનો સંદેશ પણ એ જ છે… પૃથ્વી બચાવવી છે તો જીવનશૈલી બદલવી પડશે.
અંતે નિષ્કર્ષ એ છે કે, પર્યાવરણ (Environment)ની સુરક્ષા માટે માત્ર મોટા પગલાં નહીં પણ નાની-નાની આદતો પણ મહત્વપૂર્ણ છે. જો દરેક વ્યક્તિ કચરો ઓછો કરવાનો પ્રયાસ કરે તો આપણું શહેર અને પૃથ્વી વધુ સ્વચ્છ બની શકે છે. ઝીરો વેસ્ટનો સંદેશ છે…RRR…ઓછું વાપરો, ફરી વાપરો, અને પૃથ્વી બચાવો!
1. લોકોને ઊર્જાનું સંરક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરવા, તે પગપાળા ચાલે અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.
2. ઓછું ભોજન ફેંકવું, પુનર્ચક્રણ અર્થાત્ રિસાયકલિંગ પર અમલ કરવો.
3. જળ, ભૂમિ અને વાયુના પ્રદૂષણને ઓછું કરવા માટે જેટલું સંભવ હોય એટલું રિસાયકલ કરવું.
4. ઉત્પાદનોને ફેંકતા પહેલા સંભવ હોય તો એમનો ફરીથી ઉપયોગ, રિયુઝ કરવો. આ માટે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવો.
આ પણ વાંચો: આજે 28 માર્ચ…પાળેલા પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાની જાગૃતિનું નિર્વહન…’રિસ્પેક્ટ યોર કૅટ ડે’…
આ પણ વાંચો: રંગમંચ…મનોરંજનની સાથે સામાજિક સંદેશ આપવાનું શક્તિશાળી માધ્યમ…27 માર્ચ…’વર્લ્ડ થિયેટર ડે’…
