Today Special: આજે 23 માર્ચના રોજ દેશભરમાં ‘શહીદ દિવસ’ (Shaheed Diwas 2026, 23 March) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના ત્રણ મહાન ક્રાંતિકારીઓને સમર્પિત છે…ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર!

‘શહીદ દિવસ’ (Shaheed Diwas 2026) મનાવવાનો ઉદ્દેશ્ય
ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષ (Freedom Struggle)માં અગણિત શહીદો (Martyrs)એ પોતાનું જીવન અર્પણ કર્યું. ‘શહીદ દિવસ’ આપણે યાદ અપાવે છે કે, આઝાદી સરળતાથી મળી નથી.
વર્ષ 1931ના આ જ દિવસે બ્રિટિશ શાસન (British Rule) સામે લડતા આ યુવાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. તેમના બલિદાનને યાદ કરવા અને દેશપ્રેમની ભાવના જાગૃત કરવા માટે દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે.

બ્રિટિશ શાસન હેઠળ કચડાયેલો દેશ
ભારત (India)ના સ્વાતંત્ર્ય સંઘર્ષનો સમય ઘણો કઠીન હતો. દેશ બ્રિટિશ શાસન હેઠળ કચડાયેલો હતો. અન્યાય અને શોષણ સામે ઘણા યુવાનો ક્રાંતિના માર્ગે અગ્રેસર હતા અને આ યુવાનોમાં એક નામ સૌથી વધારે ગૂંજતું હતું અને એ હતું ભગતસિંહનું નામ! તેમની સાથે અન્ય બે સાથીઓ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર (Bhagat Singh,Shivaram Rajguru,Sukhdev Thapar)પણ દેશની આઝાદી કાજે અંગ્રેજો સામે લડી રહ્યા હતા. આ ત્રણેય ક્રાંતિકારીઓએ દેશની આઝાદી માટે યુવાવયે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતુ.

યુવાન વયે હસતા-હસતા ફાંસીને માંચડે લટકી ગયા
વર્ષ 1928માં લાહોર (Lahore)માં થયેલી એક ઘટનાએ આ ક્રાંતિકારીઓના સંઘર્ષને વધુ પ્રબળ બનાવ્યો. બ્રિટિશ અધિકારી જોન સોન્ડર્સની હત્યા થયા પછી આ યુવાનોને ધરપકડ કરવામાં આવી. એ પછી વર્ષ 1931માં બ્રિટિશ સરકારે તેમને ફાંસીની સજા ફરમાવી. લાહોર ખાતેની જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી. આ કરુણ ઘટના સમયે તેમની ઉંમર માત્ર 20 થી 25 વર્ષની આસપાસ હતી!
રાષ્ટ્રના કલ્યાણ કાજે, ભારત માતાની ગુલામીની બેડીઓને તોડવા માટે આ ત્રણેય ક્રાંતિકારીઓ (Revolutionaries)એ પોતાનું બલિદાન આપ્યું હતુ. આજે પણ આ ક્રાંતિકારીઓના વિચારો અને બલિદાન દેશના યુવાનોને પ્રેરણા આપે છે.

ભગત સિંહ તો દેશભક્તિ, સાહસ અને ન્યાય માટેની લડતનું પ્રતીક બની ચૂક્યા હતા. તેમનો પ્રખ્યાત નારો…
‘ઇન્કલાબ જિંદાબાદ’…(Inquilab Zindabad)
આજે પણ આપણને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષની યાદ અપાવે છે.
આ દિવસે દર વર્ષે, દેશભરમાં શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો, શાળા-કોલેજોમાં કાર્યક્રમો અને સ્મારકો પર પુષ્પાંજલિ કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે.

ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની ચિનગારી
ઇતિહાસકારોના મતે, આ યુવાન ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને નવી દિશા આપનારું બન્યું. તેમણે દર્શાવ્યું કે, દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં પણ કાર્યમાં દેખાવો જોઈએ. આજે પણ યુવાનો માટે તેઓ પ્રેરણાનું એક મોટું પ્રતીક છે.
શહીદ દિવસ માત્ર ઇતિહાસની સ્મૃતિ માત્ર નથી પરંતુ તે આપણને યાદ અપાવે છે કે, આઝાદી માટે કેટલા બધા ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતુ!

ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર
ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર… જેમના બલિદાનને કારણે આજે આપણે સ્વતંત્ર ભારતનો શ્વાસ લઈ રહ્યા છીએ.
આ દિવસનો સંદેશ પણ એ જ છે, દેશ માટે શહીદી વહોરનાર શહીદોના બલિદાનને સદાય યાદ રાખવું.
આજનો દિવસ આ તમામ શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરવાનો અને નમન કરવાનો દિવસ છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!
આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…
