Saif Ali Khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી ઘરે લઈ જતી વખતે પત્ની કરીના કપૂર પણ તેની સાથે જોવા મળી હતી.
સૈફને ઘરે લઇ જવા માટે પત્ની કરીના આવી હતી
આ પહેલા કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાનના ડિસ્ચાર્જ પહેલા હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કરીના કપૂરે સફેદ રંગની ટી-શર્ટ પહેરી હતી. તેના ચહેરા પર રાહતની લાગણી હતી કે 5 દિવસ પછી તેના પતિ સૈફને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સૈફની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે અને તેની તબિયત હવે એકદમ સ્થિર છે.

એક અહેવાલ મુજબ, સૈફ અલી ખાનને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને થોડા સમય માટે મોકૂફ રાખવાની સલાહ આપી હતી. જાણવા મળ્યું છે કે ડોક્ટરોએ સૈફને વધુ એક કે બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ સૈફની બહેન સબા પટૌડીએ તેના ભાઈની તબિયત અંગે અપડેટ આપી હતી. સૈફને મળ્યા બાદ તેણે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે.

આરોપી પોલીસ કસ્ટડીમાં…
સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ શરીફુલ ઈસ્લામ શહજાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર તરીકે થઈ છે. અહેવાલ મુજબ, આરોપીએ પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યું હતું અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલ આરોપી મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.
આ પણ વાંચો:સૈફ અલી ખાન પર હુમલો કરનારની મુંબઈ પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો:સૈફ અલી ખાન પર છરી વડે હુમલો: શંકાસ્પદ કેમેરામાં કેદ; સીસીટીવીમાં ફોટો
