Entertainment News/ સૈફ અલી ખાન પર હુમલો કરનારની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પોલીસે જણાવ્યું હતું કે વિજય દાસ ઉર્ફે મોહમ્મદ આલિયાને અગાઉ મુંબઈમાં એક પબમાં કામ કર્યું હતું.

Top Stories Breaking News Entertainment

Mumbai News: સૈફ અલી ખાન (Saif Ali Khan) હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા કલાકોની શોધખોળ બાદ આખરે મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. ધરપકડ માટે વિવિધ વિભાગોની 30 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આરોપીનું નામ મોહમ્મદ અલીયાન હોવાનું કહેવાય છે. અગાઉ તેણે પોતાનું નામ વિજય દાસ જણાવ્યું હતું.

સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા હુમલાને લઈને મુંબઈ પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી જણાવ્યું કે થાણે(Thane)થી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ અમને એવા પુરાવા મળ્યા છે જેના પરથી અમે કહી શકીએ કે આરોપી મૂળ બાંગ્લાદેશનો છે. અમે થોડા સમય પછી તેનું મેડિકલ (Medical) કરાવીશું અને પછી તેને કોર્ટમાં રજૂ કરીશું. મુંબઈ પોલીસ પૂછપરછ માટે કોર્ટ પાસે આરોપીના રિમાન્ડની માગ કરશે.

DCP દીક્ષિત ગેદામે જણાવ્યું હતું કે આરોપી પાસેથી કોઈ માન્ય ભારતીય દસ્તાવેજ મળ્યા નથી. આથી પોલીસે તેની સામે પાસપોર્ટ એક્ટ(Passport Act)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે 5-6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો અને હાઉસકીપીંગ (Housekeaping) એજન્સીમાં કામ કરતો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આરોપી સૈફના ઘરે આવી ચૂક્યો છે? DCP ગેદામે કહ્યું કે અમારી પાસે હજુ સુધી આ અંગે કોઈ નક્કર માહિતી નથી. અમને લાગે છે કે તે સૈફના ઘરમાં પહેલીવાર ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હતો.

આરોપી શહઝાદે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું કે તેને ખબર ન હતી કે તે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી રહ્યો છે. આરોપીએ જણાવ્યું કે તેનો ઈરાદો માત્ર ચોરી કરવાનો હતો અને તેથી જ તે ઘરમાં ઘુસ્યો હતો. અચાનક સૈફ અલી ખાન તેની સામે દેખાયો અને તેણે અભિનેતા પર છરી વડે ઘણી વાર હુમલો કર્યો અને તેને ઇજા પહોંચાડી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પોલીસ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જો તે બાંગ્લાદેશી નાગરિક છે તો તે ગેરકાયદેસર રીતે ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો.

પોલીસે જણાવ્યું હતું કે વિજય દાસ ઉર્ફે મોહમ્મદ આલિયાને અગાઉ મુંબઈમાં એક પબમાં કામ કર્યું હતું. તે પછી તેણે થાણેના એક બારમાં કામ કરવાનું શરૂ કર્યું. પોલીસ તેને શોધી રહી હતી અને તે થાણેમાં છુપાયો હોવાની જાણ થઈ હતી. ટીમે થાણે પશ્ચિમના હિરાનંદાની એસ્ટેટમાં TCS કોલ સેન્ટરની પાછળ આવેલી મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડો પાડ્યો હતો. આરોપી અહીંના લેબર કેમ્પમાં છુપાયો હતો. થાણે પોલીસના ઝોન 6ના ડીસીપી નવનાથ ધવલે અને કાસરવડાવલી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશનમાં આ ધરપકડ કરી હતી.

આ કેસમાં સત્તાવાર ફરિયાદ મુજબ, હુમલાખોર પહેલા જહાંગીર (જેહ) ખાનના નાના પુત્રના રૂમમાં પ્રવેશ્યો હતો. ઘરના કર્મચારીઓએ ઘૂસણખોરને જોયો અને અન્ય લોકોને ચેતવણી આપીને એલાર્મ વગાડ્યો. સૈફ અલી ખાન અને તેની પત્ની, અભિનેત્રી કરીના કપૂર ખાન તરત જ જેહના રૂમમાં પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૈફ અલી ખાને દીકરા જેહને હુમલાખોરથી બચાવ્યો, કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ’: કરીના કપૂર

આ પણ વાંચો:સલમાન ખાન, બાબા સિદ્દીકી અને હવે સૈફ અલી ખાન, શા માટે બાંદ્રામાં સેલિબ્રિટીઝને નિશાન બનાવવામાં આવે છે?

આ પણ વાંચો:સૈફ અલી ખાન પર છરી વડે હુમલો: શંકાસ્પદ કેમેરામાં કેદ; સીસીટીવીમાં ફોટો