Lifestyle News/ સિંગલ ડોર કે ડબલ ડોર? ફેમિલી સાઈઝ મુજબ કેવી રીતે પસંદ કરવું બેસ્ટ રેફ્રિજરેટર

નવું Fridge ખરીદતી વખતે યોગ્ય સાઈઝ, એનર્જી સ્ટાર રેટિંગ અને ઇન્વર્ટર કોમ્પ્રેસર જેવા ફીચર્સનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સ્ટાર રેટિંગને અવગણવાથી અને વેન્ટિલેશન વગરની જગ્યાએ ફ્રિજ રાખવાથી વીજળીના બિલ અને મેન્ટેનન્સનો ખર્ચ વધી શકે છે.

Trending Tips & Tricks Lifestyle
Fridge

Consumer Alert: ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં રેફ્રિજરેટરની (Fridge) માંગ વધી જાય છે. ઘણા લોકો જૂનું ફ્રિજ બદલીને નવું અને આધુનિક ફીચર્સ વાળું મોડેલ ખરીદવાનું વિચારે છે. પરંતુ, ઉતાવળમાં કે પૂરતી જાણકારી વગર લેવાયેલો નિર્ણય તમને લાંબા ગાળે આર્થિક નુકસાન કરાવી શકે છે. નવું ફ્રિજ ખરીદતી વખતે માત્ર તેની કિંમત કે દેખાવ જ નહીં, પણ તેની ટેકનિકલ ક્ષમતા જોવી પણ અનિવાર્ય છે. જો તમે પણ નવું ફ્રિજ લેવાના હોવ, તો આ 5 મહત્વની બાબતો ચોક્કસ તપાસી લેજો.

જરૂરિયાત મુજબની કેપેસિટી 

ફ્રિજની (Fridge) સાઈઝ હંમેશા પરિવારના સભ્યોની સંખ્યા મુજબ પસંદ કરવી જોઈએ. બિનજરૂરી મોટું ફ્રિજ વધુ વીજળી વાપરે છે અને ખાલી પડેલી જગ્યા ઠંડી કરવા માટે કોમ્પ્રેસર પર લોડ આવે છે.

1 થી 2 સભ્યો માટે: 150-200 લિટરનું સિંગલ ડોર ફ્રિજ યોગ્ય છે.

3 થી 4 સભ્યો માટે: 250-300 લિટરનું ડબલ ડોર ફ્રિજ બેસ્ટ રહેશે.

5 કે તેથી વધુ સભ્યો માટે: 350 લિટરથી વધુની ક્ષમતા વાળું ફ્રિજ લેવું જોઈએ.

Fridge

Fridge પરના સ્ટાર રેટિંગ 

ફ્રિજ (Fridge) પર આપેલા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના સ્ટાર રેટિંગ્સ સૌથી વધુ મહત્વના છે. 5-સ્ટાર રેટિંગ વાળું ફ્રિજ 3-સ્ટાર કરતા વધુ વીજળી બચાવે છે. જોકે 5-સ્ટાર મોડેલ ખરીદતી વખતે થોડું મોંઘું લાગી શકે છે, પરંતુ મહિનાના લાઈટ બિલમાં તે તમને મોટો ફાયદો કરાવી આપશે.

સામાન્ય કોમ્પ્રેસર વારંવાર ચાલુ-બંધ થાય છે, જેનાથી વીજળીનો વપરાશ વધે છે. તેની સરખામણીએ ‘ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર’ વધુ સ્માર્ટ છે. તે અંદર રહેલા સામાનના જથ્થા મુજબ કુલિંગ એડજસ્ટ કરે છે. આ ટેકનોલોજી અવાજ ઓછો કરે છે અને ફ્રિજનું આયુષ્ય પણ વધારે છે.

ફ્રોસ્ટ-ફ્રી vs ડાયરેક્ટ કૂલ

જો તમે વારંવાર બરફ જામવાની સમસ્યાથી બચવા માંગતા હોવ, તો ‘ફ્રોસ્ટ-ફ્રી’ રેફ્રિજરેટર પસંદ કરો. તેમાં બરફ મેન્યુઅલી સાફ કરવાની જરૂર પડતી નથી. સિંગલ ડોર ફ્રિજ સામાન્ય રીતે ‘ડાયરેક્ટ કૂલ’ હોય છે જેમાં બરફ જામી જવાની શક્યતા વધુ રહે છે.

કોઈપણ બ્રાન્ડનું ફ્રિજ (Fridge) લેતા પહેલા તેની આફ્ટર સેલ્સ સર્વિસ અને વોરંટી પિરિયડ ચેક કરી લો. ખાસ કરીને કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી આપતી કંપની પસંદ કરવી હિતાવહ છે. ફ્રિજને કિચનમાં એવી જગ્યાએ રાખવું જ્યાં તેની આસપાસ હવાના અવરજવર માટે 2-3 ઇંચની જગ્યા રહે, જેથી કોમ્પ્રેસર ગરમ ન થાય.


આ પણ વાંચો:નોકરીની સાથે ફ્રીલાન્સિંગ કરવું કાયદેસર છે કે ગુનો? સાઈડ ઇન્કમ કરતા પહેલા જાણો નિયમ

આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!