Freelancing Rules: કોવિડ-19 મહામારી પછી ભારતના જોબ માર્કેટમાં ‘મૂનલાઇટિંગ’ (Moonlighting) એટલે કે મુખ્ય નોકરીની સાથે અન્ય કામ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. કન્ટેન્ટ રાઇટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ કે વેબ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં સાઈડ ઇન્કમ મેળવવી આજે સામાન્ય બની ગઈ છે. પરંતુ, શું આ રીતે કામ કરવું કાયદેસર છે? જો તમે પણ નોકરીની સાથે ફ્રીલાન્સિંગ (Freelancing) કરવાનું વિચારી રહ્યા હોવ, તો કંપનીના કડક નિયમો અને કાયદાકીય પાસાઓ વિશે જાણવું અત્યંત જરૂરી છે, નહીં તો તમારી મહેનતની નોકરી પણ જોખમમાં મુકાઈ શકે છે. નોકરીની સાથે ફ્રીલાન્સિંગ (Freelancing) કરવા માટેના મહત્વના નિયમો અને કાનૂની સ્થિતિ.
એપોઈન્ટમેન્ટ લેટરમાં ‘એક્સક્લુઝિવિટી ક્લોઝ’:
ભારતમાં ફ્રીલાન્સિંગ (Freelancing) કરવું સંપૂર્ણપણે ગેરકાયદેસર નથી, પરંતુ તે તમારી કંપની સાથેના કરાર (Employment Contract) પર નિર્ભર કરે છે. મોટાભાગની કંપનીઓ તેમના એપોઈન્ટમેન્ટ લેટરમાં ‘એક્સક્લુઝિવિટી ક્લોઝ’ રાખે છે, જે મુજબ તમે નોકરી દરમિયાન અન્ય કોઈ પણ જગ્યાએ કામ કરી શકતા નથી. જો આવો ક્લોઝ હોય, તો બીજી જગ્યાએ કામ કરવું એ કરારનો ભંગ ગણાય છે.
કોન્ફિડેન્શિયલ ડેટાની સુરક્ષા:
તમારી મુખ્ય કંપનીના ડેટા, ક્લાયન્ટ લિસ્ટ અથવા કોઈ પણ ગોપનીય માહિતીનો ઉપયોગ ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સમાં કરવો એ ગંભીર કાનૂની ગુનો બની શકે છે. જો કંપનીને જાણ થાય કે તમે તેમના રિસોર્સિસ કે ડેટાનો ઉપયોગ સાઈડ ઇન્કમ માટે કર્યો છે, તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોફેશનલ એથિક્સ:
ઓફિસના કામના કલાકો (Working Hours) દરમિયાન ફ્રીલાન્સિંગ (Freelancing) કરવું એ પ્રોફેશનલ એથિક્સની વિરુદ્ધ છે. જો તમારા સાઈડ પ્રોજેક્ટ્સને કારણે તમારી મુખ્ય નોકરીના પર્ફોર્મન્સ પર અસર પડે અથવા તમે ઓફિસના સમયમાં અન્ય કામ કરો, તો કંપની તમને કારણદર્શક નોટિસ આપી શકે છે અથવા નોકરીમાંથી પણ કાઢી શકે છે.
કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ (Freelancing):
તમે જે ક્ષેત્રમાં નોકરી કરો છો, તે જ ક્ષેત્રના કોઈ સ્પર્ધક (Competitor) ક્લાયન્ટ માટે ફ્રીલાન્સિંગ (Freelancing) કરવાનું ટાળવું જોઈએ. આને ‘કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ કહેવામાં આવે છે. તમારી કંપની જે સર્વિસ આપે છે તેવી જ સર્વિસ તમે પર્સનલી કોઈને આપો તો તે કંપનીના હિતો વિરુદ્ધ ગણાય છે.
ટેક્સ અને કાયદાકીય પાસાઓ:
ફ્રીલાન્સિંગથી (Freelancing) થતી આવક પણ ટેક્સને પાત્ર છે. જો તમે આ આવક આઈટી રિટર્ન (ITR) માં દર્શાવતા નથી, તો તમે ટેક્સ ચોરીના મામલામાં ફસાઈ શકો છો. ફેક્ટરીઝ એક્ટ જેવા કેટલાક કાયદાઓમાં ડ્યુઅલ એમ્પ્લોયમેન્ટ પર પ્રતિબંધ છે, જોકે આઈટી અને સર્વિસ સેક્ટરમાં આ નિયમો કંપનીની પોલિસી પર વધુ આધાર રાખે છે.
સુરક્ષિત રહેવા માટે નિષ્ણાતોની સલાહ એ છે કે જો તમે લાંબા ગાળા માટે સાઈડ ઇન્કમ કરવા માંગતા હોવ, તો કંપની પાસેથી લેખિત મંજૂરી મેળવવી એ સૌથી ઉત્તમ માર્ગ છે. કેટલીક આધુનિક કંપનીઓ હવે કર્મચારીઓને તેમના કૌશલ્યના વિકાસ માટે મર્યાદિત ફ્રીલાન્સિંગની (Freelancing) મંજૂરી આપે છે. યાદ રાખજો થોડા વધારાના પૈસા માટે તમારી કરિયર અને રેપ્યુટેશન દાવ પર ન લાગવી જોઈએ.


