Not Set/ કરતારપુર કોરિડોર વિવાદ : બાબા નાનકના સંદેશાવાહક ગણાવતા પાકિસ્તાન પહોંચ્યા સિદ્ધુ

ચંડીગઢ, કરતારપુર શાહિબ ગુરુદ્વારાના એક કોરિડોરના નિર્માણને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા છે. પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા એવા સિદ્ધુ બુધવારે થનારા કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં શામેલ રહેશે. પાકિસ્તાન પહોંચ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, “હું અહિયાં બાબા નાનકનો સંદેશાવાહ બનીને આવ્યો છું અને શાંતિનો સંદેશો આપીશું”. Punjab: Navjot […]

Top Stories India Trending

ચંડીગઢ,

કરતારપુર શાહિબ ગુરુદ્વારાના એક કોરિડોરના નિર્માણને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા છે. પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા એવા સિદ્ધુ બુધવારે થનારા કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં શામેલ રહેશે.

પાકિસ્તાન પહોંચ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, “હું અહિયાં બાબા નાનકનો સંદેશાવાહ બનીને આવ્યો છું અને શાંતિનો સંદેશો આપીશું”.

સિદ્ધુએ કહ્યું હતું કે, “ધર્મને રાજનીતિના ચશ્માથી ન જોવું જોઈએ. દુનિયામાં કોણ એવો કોઈ વ્યક્તિ છે તે ભક્તોને ધાર્મિક સ્થળો પર જવા માટે રોકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યુ, “હું લાહોર આવ્યો છું અને મિત્રને આભાર કહેવા માંગું છું. પંજાબ પાંચ નદીઓના સંગમથી બન્યું છે જેથી પંજાબ એકબીજા સાથે તાલમેલ બેસાડશે તો પરિસ્થિતિ વધુ સુધરશે”.

પાકિસ્તાન જવા માટે પોતાને રોકવા અંગે તેઓએ કહ્યું, “મને કોઈ કેન્દ્રીયમંત્રી કે નેતાએ રોક્યો નથી, પરંતુ તમામે મને આશ્વાસન આપ્યું છે કારણ કે આ ધર્મનો મામલો છે”.