Not Set/ દૂધ મંડળીમાં વહીવટને લઈને યુવકનું કરાયું અપહરણ, પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારનો આક્ષેપ

બનાસકાંઠા, બનાસકાંઠાના અમીરગઢમાં માનપુરીયયા ગામના યુવકનું અપહરણ કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે તાલુકાની માનપુરીયા ગામની દૂઘ મંડળીના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં ત્રણ દિવસ અગાઉ યુવાનનું અપહરણ કરાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાલનપુર ખાતે ડી.એસ.પી.ને રજુઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા તેઓ કલેક્ટર કચેરીએ […]

Gujarat Others Trending

બનાસકાંઠા,

બનાસકાંઠાના અમીરગઢમાં માનપુરીયયા ગામના યુવકનું અપહરણ કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે તાલુકાની માનપુરીયા ગામની દૂઘ મંડળીના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં ત્રણ દિવસ અગાઉ યુવાનનું અપહરણ કરાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પાલનપુર ખાતે ડી.એસ.પી.ને રજુઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા તેઓ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ ન્યાયની ગુહાર લગાવી હતી.

યુવકના પરિવાર જનો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવા જતાં પોલીસે ફરિયાદ ન લેતા પરિવાર જનો કલેકટર કચેરી પહોંચી કલેકટરને રજૂઆત કરી હતી અને દૂધ મંડળીના મંત્રીઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.