દાહોદ,
દાહોદમાં 10 દિવસ પહેલા ગુમ થયેલ માતા પુત્રીની શોધખોળ માટે સાંસી સમાજે હોબાળો કર્યો હતો. ચાર દિવસ પહેલા જ હોબાળો થતા પુત્રીની લાશ લીમખેડા નદી કિનારે મળી આવી હતી અને ત્યાર બાદ ગઈ કાલે રાત્રે સાંસી સમાજ દ્વારે મોટી રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ કાઢી હતી.

બીજી તરફ પોલીસે તેમના સગાઓના કેહવા પ્રમાણે નાણાની લેતી દેતી મામલે નંદાબેન જેઓ ગુમ હતા તેમને દિલીપ ભાભોર તેની પત્ની મંજુબેન ભાભોર અને મિત્ર રોહિત ઉપર શક હતો. જેના આધારે દાહોદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી હતી.

ફરિયાદના આધારે દાહોદ ટાઉન પી.આઈ કે.જી પટેલ, એન. એમ પરમાર પીએસઆઇ દાહોદ ટાઉન અને ડીવાયએસપી કલ્પેશ ચાવડાની ટીમે આ ત્રણે આરોપીઓની પોલીસ ભાષામાં પૂછ પરછ કરી હતી અને તેના કારણે તેઓ તૂટી ગયા હતા.

કાબુલ કર્યું હતું કે પોતે એક ગાડીના રૂપિયા બાબતે માથાકૂટ થતા નંદાબેનને તેના ઘરમા જ મારી અને દાટી દીધી હતી અને ત્યાર બાદ પુત્રીને મારી અને પોલીસને ગેરમાર્ગે દોરવા લાશ લીમખેડા નદીના પાસે ફેંકી દીધી હતી. સમગ્ર દાહોદમાં આ ડબલ મર્ડરથી હાહાકાર મચી ગયો છે. પોલીસે ત્રણે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
