Health News: બાળકો, મોટાભાગે સાદું દૂધ પીવામાં આનાકાની કરતા હોય છે. આવા સમયે તેમના દૂધમાં ચૉકલેટ પાઉડર મેળવીને પીવા માટે હાથમાં પકડાવી દેવામાં આવે છે. પરંતુ, શું ચૉકલેટ મિલ્ક ખરેખર સ્વાસ્થ્ય માટે ઉચિત છે ખરું? આ અંગે બાળકોના ડૉક્ટર શું કહે છે એ હવે જાણીશું.
બાળકોને ચૉકલેટ પાઉડર મિક્સ કરીને દૂધ પીવડાવવું જોઇએ કે નહિં, ચાલો વિગતવાર જાણીએ.
દૂધમાંથી બાળકોને પ્રોટીન, વિટામિન ડી અને કેલ્શિયમની સાથે-સાથે ઘણા ફાયદાકારક ખનીજો (મિનરલ્સ) પણ પ્રાપ્ત થાય છે, તેથી દૂધનું સેવન બાળકો માટે ઘણું જ આવશ્યક હોય છે. પરંતુ, મોટાભાગે સાદું દૂધ પીવામાં બાળકો આના-કાની કરતા જોવા મળે છે. આ ઉપરાંત, ટી.વી.માં આવતી વિવિધ જાહેરખબરોમાં એવો દાવો કરવામાં આવે છે કે, ફલાણા ફ્લેવર્ડ પાઉડરથી બાળકની લંબાઈ વધી જશે કે ઢીંકણો ચૉકલેટ પાઉડર પીવાથી બાળકનું દિમાગ તેજ થઇ જશે! પરંતુ, શું ખરેખર ચૉકલેટ પાઉડર સ્વાસ્થ્ય માટે ઉચિત છે ખરો? આ વિશે આવો જાણીએ, બાળનિષ્ણાત ડૉક્ટર શી સલાહ આપે છે?
બાળકોને ચૉકલેટ મિલ્ક પીવડાવવું જોઇએ કે નહિં
ડૉક્ટરનું કહેવું છે કે, બજારમાં જેટલા પણ પ્રોટીન પાઉડર કે ચૉકલેટ પાઉડર ઉપલબ્ધ છે એમાં દૂધ બિલકુલ મિક્સ કરવું જોઇએ નહિં! વળી જેટલા પણ ઈન્ટર્નેશનલ પીડિયાટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન્સ છે, તેઓ આ પાઉડરનો વપરાશ કરવાની સ્પષ્ટ મનાઈ કરે છે. એવામાં સ્વસ્થ બાળકોને સાદું દૂધ જ આપવું જોઇએ. વળી, તેમાં કોઈ પણ જાતનો પાઉડર નાખવો જોઇએ નહિં કારણ કે, આવા પાઉડરમાં શુગર તથા પ્રિઝર્વેટિવ્સ હોય છે અથવા તો એમાં કૃત્રિમ ફલેવર્સ ઉમેરેલાં હોય છે.
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો બાળકોને આ ફ્લેવર્ડ મિલ્ક પીવડાવવામાં આવે તો બાળકોને સૂકો મેવો, કઠોળ, દાળ વગેરે ખાવાની ઈચ્છા જ થતી નથી. આથી દૂધમાં આ ફ્લેવર્સને મિક્સ કરવાનો સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ જાતનો ફાયદો ન હોવાથી, તેમાં આ ફ્લેવરવાળા પાઉડર ઉમેરવા જોઇએ નહિં.
શું આ પાઉડરથી ખરેખર હાઇટ વધે છે?
આ ફ્લેવર વાળા પાઉડરને એવું કહીને વેચવામાં આવે છે કે, એનાથી બાળકની ઊંચાઈ વધવા લાગે છે. પરંતુ શું આવું ખરેખર થાય છે ખરું? ડૉક્ટર કહે છે કે, આવા પાઉડર વેચનારા ઉત્પાદકો એ બાબતનો દાવો હંમેશાં કર્યા કરે છે કે એનાથી હાઇટ વધશે અથવા તો પછી સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ એક તંદુરસ્ત બાળકને આ પાઉડરની બિલકુલ જરુર હોતી નથી, બાળકના કુદરતી વિકાસ માટે એને કુદરતી આહારની જ આવશ્યકતા હોય છે.
દૂધમાં શું નાખીને બાળકને પીવડાવવું?
જો પ્રોટીન પાઉડર વગેરે નાખ્યા વિના દૂધ આપવામાં આવતું હોય અને દૂધ પીવામાં બાળક વધારે આનાકાની કરતું હોય તો, બાળકને ભાવે એવી સ્મૂધી બનાવીને આપી શકાય છે. બાળકના મેન્ગો સ્મૂધી, મેન્ગો શૅક અથવા બનાના શૅક બનાવીને આપી શકાય છે. આવા શૅક્સ બાળકની તંદુરસ્તી માટે ઘણા હૅલ્ધી હોય છે કારણ કે, દૂધ અને ફળ- બંને બાળક માટે અત્યંત સ્વાસ્થ્યપ્રદ હોય છે. આ ઉપરાંત, બાળકનો આહાર સંતુલિત રાખવો જોઇએ કે જેમાં ફળો, શાકભાજી તથા અનાજ વગેરેને સામેલ કરી શકાય છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
