Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કલેક્ટર કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ, પડતર કેસો પર ચર્ચા!

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકદિવસીય કલેક્ટર કોન્ફરન્સ (Collector Conference) નો શુભારંભ કરાવ્યો. i-ORA, જમીનના પડતર કેસો અને મહેસૂલી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરો સાથે વિગતવાર ચર્ચા.

Gujarat Gandhinagar Trending
Collector Conference

Gujarat Collector Conference Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એકદિવસીય ‘કલેક્ટર કોન્ફરન્સ’ (Collector Conference) નો શુભારંભ કરાવ્યો છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા. આ Collector Conferenceનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય જનતાના જમીન સંબંધિત પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવાનો છે.

મહેસૂલી કામગીરી અને i-ORA પોર્ટલની સમીક્ષા

કોન્ફરન્સ દરમિયાન i-ORA અને ઈ-ધરા જેવી ઓનલાઇન સિસ્ટમ દ્વારા થતી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેકનોલોજીના માધ્યમથી મહેસૂલી સેવાઓ વધુ સુદ્રઢ કેવી રીતે બનાવી શકાય અને ખેડૂતો તેમજ નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે દિશામાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Collector Conference

પડતર કેસો અને કાયદાકીય જટિલતાઓ પર ચર્ચા

આ બેઠકમાં જમીન મહેસૂલ હેઠળના વિવિધ પ્રગતિ હેઠળના કામો અને ભવિષ્યના આયોજન અંગે રોડમેપ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા કક્ષાએ પડતર રહેલા જમીનના કેસોની પણ વિગતવાર ચર્ચા થશે આ ઉપરાંત, જમીનને લગતા સંકલિત કાયદાઓ અને નવા ઠરાવો પર પણ કલેક્ટરો સાથે પરામર્શ કરવામાં આવશે.

વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા આયોજન

 વહીવટી તંત્ર વધુ ગતિશીલ અને જનહિતલક્ષી બને તે માટે આ કોન્ફરન્સ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યમાં મહેસૂલી વહીવટમાં એકરૂપતા લાવવા માટે પણ આ મંચ પરથી મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  અમદાવાદ જિલ્લામાં મહેસૂલી સુધારા અને નવીન પ્રકલ્પો દ્વારા જન-વહીવટનું નૂતન ક્લેવર

આ પણ વાંચોઃ ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો ફેરફાર, 59 ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી

આ પણ વાંચોઃ ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત