વેરાવળ/ વેરાવળમાં પફર માછલી ખાધા બાદ મોતનો પ્રથમ કેસ નોંધાયો

પફર ફીશની અંદર ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે, જે સાઇનાઇટથી 1500 ગણું વધારે ઘાતક છે. આ ઝેર માછલીના લીવર અને અંડાશયમાં સંગ્રહાયેલું રહે છે.

Gujarat Others

રાજ્ય માં  આવા કિસ્સાઓ   અનેક બનતા   હોય  છે .  તેવામાં આ વર્ષે વેરાવળ  બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર ફીશ ખાધી હતી. જે બાદમાં તેમની તબીયત લથડી હતી. જે બાદમાં ચારમાંથી એક મજૂરનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ મામલે CIFT  તરફથી સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય ફોરમે માન્યતા આપી છે. એટલે કે મજૂરનું મોત પફર ફીશ ખાવાને કારણે જ થયાની પુષ્ટિ થઈ છે.

વર્ષ 2020માં વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર માછળી આરોગી  હતો. જે બાદમાં તેમને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. તમામની સારવાર ચાલી રહી હતી ત્યારે એક મજૂરનું મોત થયું હતું. જે બાદમાં સીઆઈએફટી સંસ્થાએ આ અંગે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ માછલી અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતનાં દરિયામાં પુષ્કળ માત્રામાં જોવા મળે છે.

આ પણ વાંચો :સિંહો માટે અમરેલીમાં ખેંચતાણ, રેવન્યુ વિસ્તારમાંથી સિંહો લઈ જતા રોષ

મજૂરનું મોત પફર ફીશથી ફૂડ પોઈઝનિંગને કારણે થયુ હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પફર ફીશ ખાવાને કારણે પ્રથમ મોત થયાની પુષ્ટિ થઈ છે. અનેક દેશોમાં પફર ફિશ ખાવાથી લોકોના જીવ ગયા છે. જોકે, તે ઓન રેકોર્ડ સાબિત થયુ નથી.

ફર ફીશની અંદર ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે, જે સાઇનાઇટથી 1500 ગણું વધારે ઘાતક છે. આ ઝેર માછલીના લીવર અને અંડાશયમાં સંગ્રહાયેલું રહે છે. આ માછલી ખાવાની 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઈ શકે છે. તેથી જ તેને અલગ રીતથી રાંધવામાં આવે છે. તેને બનાવવાની ખાસ પ્રોસેસથી તેની અંદરનું ઝેર દૂર થઈ જાય છે.

આ પણ વાંચો :શું આગામી દિવસોમાં ટેક્સના દરો ઓછા હશે ?, ફાઇલિંગ સરળ થશે કે નહીં ? જાણો