ગુજરાત અને દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે અમરેલી જિલ્લમાં ખેંચતાણ શરૂ થઈ છે. 18 ઓગસ્ટે ધારી ગીર પૂર્વની ટીમ દ્વારા રાજુલાના રેવન્યુ વિસ્તારમાંથી 5 સિંહો અને 3 સિંહણ સહિત 2 પાઠડા વનવિભાગ દ્વારા લઈ જતા રોષનો માહોલ ઉભો થયો છે. ત્યારે આજે છ દિવસ ઉપરાંત સિંહો પરત ન અપાતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈ પર્યાવરણ પ્રેમીઓ રાજુલા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને સિંહો પરત માંગી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. સાથેજ પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆતો પણ કરી હતી.
પર્યાવરણપ્રેમીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કરી માગ
ગુજરાતની શાન ગણાતા સિંહોના અમરેલીમાં રહસ્યમ રીતે ધારી ગીર પૂર્વની ટિમ દ્વારા રેસ્ક્યુ કરી લઈ જતા આજે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. રેલી સ્વરૂપે રાજુલા જાફરાબાદ પંથકના પર્યાવરણ પ્રેમી,સિંહ પ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટર ને આવેદન પત્ર આપી સિંહો પરત આપોના સુત્રોચાર સાથે ઉગ્ર માંગ ઉઠાવી છે.
ગુજરાત અને દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે અમરેલી જિલ્લમાં ખેંચતાણ શરૂ થઈ છે18 ઓગસ્ટ મધરાત્રીએ ધારી ગીર પૂર્વની ટિમ દ્વારા રાજુલા તાલુકામાં આવેલ કોવાયા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેવન્યુ વિસ્તારના 5 સિંહો 3 સિંહણ 2 પાઠડા વનવિભાગ દ્વારા ખાનગી રાહે તંદુરસ્ત સિંહો ને લઈ જતા રોષનો માહોલ ઉભો થયો છે. છઠા દિવસે પણ સિંહો પરત નહી આવતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. 1આજે 100 ઉપરાંત પર્યાવરણ પ્રેમી ઓ રાજુલા એકત્રિત થઈ ને પ્રથમ રાજુલા પ્રાંત કચેરીએ પહોંચી અમારા સિંહો પરત આપોના ઉગ્ર સુત્રોચાર કર્યા. સિંહો ને આ વિસ્તાર માં ફરી છોડવા માટેની ઉગ્રમાંગ ઉઠાવી પ્રાંતઅધિકારી ને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆતો કરી છે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી ત્યારબાદ રાજુલા બૃહદ ગીર રેન્જ કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી કચેરીનો ઘેરાવ કરી સિંહો પરત છોડવાની માંગણી સાથે અહીં સુત્રોચાર કરી ઉગ્રમાંગ ઉઠાવી વનકચેરી ખાતે આવેદન પત્ર આપી ઝડપથી આ વિસ્તારમાં ફરી તંદુરસ્ત સિંહો છોડવા પર્યાવરણ પ્રેમી અને સિંહો પ્રેમીના વિવિધ સંગઠન દ્વારા માંગણી થઈ રહી છે. મોટી સંખ્યમાં અહીં અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાંથી યુવાનો પહોચ્યા હતા.
જયારે મહત્વની વાત એ છે આજે 6 દિવસ વીત્યા છતાં હજુ વનવિભાગ દ્વારા સિંહો ને પરત મુક્ત નથી કર્યા ઉપરાંત આ અંગે કોઈ ખુલાસો પણ કર્યો નથી. તેને લઇ લોકો અને આ વિસ્તારના સિંહપ્રેમીઓમાં નારાજગી સાથે રોષ વધી રહ્યો છે. ત્યારે હવે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહો મુક્ત કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ સૌ કોઈ ઉઠાવી રહ્યા છે.
મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ
Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો
Technology / ટેસ્લાનો આ રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે
Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે
